Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

વડોદરામાં મનપામાં ચાલુ વર્ષે મિલકત વેરાની રકમ ભરવાની મુદત 3 ઝોનમાં વધારવામાં આવી

વડોદરા: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલુ વર્ષે મિલકત વેરાની આવકનો લક્ષ્યાંક રૂ. 492 કરોડ છે. જેની સામે અત્યાર સુધીમાં 329 કરોડની વસૂલાત થઈ છે. ચાલુ નાણાંકીય વર્ષ પૂરું થવા આડે હજુ ત્રણ મહિના બાકી છે અને લક્ષ્યાંક પૂરો કરવા માટે રૂ. 163 કરોડ ખૂટે છે. જે પૂર્ણ કરવા તંત્રને કોરોનાના માહોલ વચ્ચે મથામણ કરવી પડશે. કોર્પોરેશન દ્વારા વર્ષ 2020-21 ના મિલકતવેરાના બિલો કોરોના મહામારીને લીધે સમયસર આપી શકાયા હતા અને લોકોને ગયા વર્ષના બિલના આધારે બિલ ભરી દેવા એડવાન્સ ટેક્સ રિબેટ યોજના કોમર્શિયલ અને રહેણાંક પ્રોપર્ટી માટે દાખલ કરી હતી

એડવાન્સ ટેક્સ સ્કીમ હેઠળ 2,56,000 લોકોએ વેરો ભરી દેતા કોર્પોરેશનને 226 કરોડની આવક મળી હતી. કોર્પોરેશન રહેણાંક પ્રોપર્ટીના 5.5 લાખ અને કોમર્શિયલ તેમજ ઇન્ડસ્ટ્રીયલના આશરે 1.5 લાખ બિલો આપે છે. એડવાન્સ ટેક્સની યોજના પૂરી થતાં જે લોકો એડવાન્સ ટેક્સ ભર્યો નથી અને ચાલુ વર્ષનો ટેક્ષ ભરવાનો બાકી છે. તેઓને બિલ આપવાનું 29 ઓકટોબરથી શરૂ કરાયું હતું. શહેરના 4 ઝોનમાં બિલો ભરવાની મુદત ડિસેમ્બરમાં પૂરી થઈ રહી છે. જે ઝોનમાં રેગ્યુલર મુદત પૂરી થઈ છે તેવા 3 ઝોનની મુદત 15 દિવસ વધારી છે

(5:28 pm IST)