Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

અમદાવાદમાં ગણિતના એક્સપર્ટ ટીચરે અગમ્ય કારણોસર 14માં માળેથી પડતું મૂકી મોતને વ્હાલું કરતા અરેરાટી મચી જવા પામી

અમદાવાદ: વાસમામાં ધરણીધર દેરાસર પાસે રહેતા મેથ્સ એર્કસપર્ટ ટીચર પાર્થ ટાંકે વિશાલા પાસે આવેલા એક કોમ્પ્લેક્સના ૧૪મા માળેથી પડતું મકીને આપઘાત કરી લેતા ચકચાર મચી છે. એમબીએ અને બીઈ થયેલો પાર્થ છેલ્લા ઘણા સમયથી માનસિક બિમારીથી પિડાતો હતો અને તેની દવા પણ ચાલતી હતી. આજે સવારે તે ઘરેથી જીમમાં જવાનું કહીને નીકળ્યો હતો. બાદમાં તેણે બિલ્ડીગ પરથી મોતની છલાંગ લગાવી દીધી હતી. જેનો સીસીટીવી વિડીયો પણ વાઈરલ થયો હતો. હાલમાં પાર્થનો પરિવાર શોકમાં હોવાથી તેની પુછપરછ થઈ શકી નથી પરતં પ્રાથમિક તપાસમાં તેણે ડિપ્રેશનને કારણે અંતિમ પગલું ભર્યું હોવાનું વાસણા પોલીસનું કહેવું છે.

વાસણામાં ધરણીધર દેરાસર પાછળ આવેલા વૃદાવન સોસાયટીમાં રહેતા પાર્થ જ્યાંતીભાઈ ટાંકે(૪૦) ૨૧ ડિસેમ્બરના રોજ સવારે અંદાજે સાડા નવ વાગ્યે આપઘાત કર્યો હતો. પાર્થ નિયમિત રીતે વિશાલા પિરાણા રોડ પરના કોમ્પ્લેક્સમાં આવેલા જીમમાં કસરત કરવા માટે જતો હતો. આજે સવારે પણ તે ઘરેથી જીમમાં જવાનું કહીને નીકળ્યો હતો. બાદમાં તેણે બિલ્ડીંગના ૧૪મા માળેથી પડતુ મુકીને જીંદગીનો અંત આણ્યો હતો. અંગે પોલીસને જાણ કરાતા વાસણા પોલીસ ઘટનાસ્થલે આવી પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી હતી. છેલ્લા ઘણા સમયથી પાર્થ માનસિક બિમારીથી પિડાતો હતો. ડિપ્રેશનને કારણે લાંબા સમયથી તેની દવા પણ ચાલી રહી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. જોકે તેની પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી હોવાથી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ પ્રાથમિક તપાસમાં તેણે ડિપ્રેશનને કારણે પગલું ભર્યું હોવાનું જણાય છે, એમ વાસણા પોલીસે જણાવ્યું હતું. તેના પરિવારમાં પત્ની અને બે બાળકોનો સમાવેશ થાય છે. જોકે પરિવાર હાલ શોકમાં હોવાથી પોલીસ તેમની પુછપરછ કરી શકી નથી.

(5:27 pm IST)