Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

અમદાવાદમાં હનીમુનમાં ગયેલ પત્‍નીને પતિ નપુંસક હોવાની ખબર પડતા સાસુ-સસરા અને પતિ વિરૂદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ

અમદાવાદ: હાંસોલમાં લગ્ન કરીને સાસરીમાં આવેલી પરિણીતાનો પતિ સુહાગરાતે જ પત્નીથી દૂર રહ્યો હતો. લગ્ન બાદ સતત દૂર રહેતા પતિ અંગે પરિણીતા સતત વિચાર કરતી હતી. આ દરમિયાન દંપતી હનીમૂન માટે થાઇલેન્ડના ફુકેત ખાતે ગયું હતું. જ્યાં પતિ નામર્દ હોવાની જાણ પત્નીને થઈ હતી.

પત્નીએ પતિને શારીરીક તપાસ કરાવવા માટે સલાહ આપી હતી. જોકે પતિએ તપાસ કરાવવાનું ટાળતો અને પત્નીને શારીરીક સુખથી વંચિત રાખતો તેમજ હેરાન કરી મારઝૂડ કરતો હતો.

પતિએ જ પત્નીને જણાવ્યું હતું કે, પોતે બાળપણમાં બાલ્કનીમાંથી પડી ગયો ત્યારે ગુપ્તભાગે ઈજા થઈ હોવાથી ઓપરેશન કરાવ્યું હતું. જે બાદ નપુંસકતા આવી ગઈ હતી.

આ અંગે પત્નીએ પોતાના સાસુ,સસરા અને પતિ વિરુદ્ધ વિશ્વાસઘાત સહિતની કલમો મુજબ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં સોમવારે ફરિયાદ કરી છે.

હાંસોલ વિસ્તારમાં રહેતી પરિણીતા સેજલ (નામ બદલ્યું છે)એ નોંધાવેલી ફરિયાદ મુજબ નવેમ્બર-2018માં તેના લગ્ન સામાજીક રિવાજ મુજબ હાંસોલ ખાતે રહેતા આદિત્ય (નામ બદલ્યું છે) સાથે થયા હતા. સુહાગરાતે પતિએ શારીરિક સબંધ બાંધવાનું ટાળ્યું હતું. તે પછી પણ પતિ પત્નીથી દૂર ભાગતો હતો.

હનીમૂન માટે થાઈલેન્ડ ગયા, ત્યાં પણ પતિએ સમાગમ કરવાનો ઇન્કાર કર્યો હતો. જોકે સેજલે પોતાની ઈચ્છા સંતોષવા પહેલ કરી પણ પતિ કઈ કરી શકતો ન હતો. શિલાજીત ટેબ્લેટ લેવા છતાં પતિ સમાગમ ના કરી શકતા પત્નીએ તપાસ કરાવવા કહ્યું હતું.

આ બાબતે સાસુને વાત કરતા તેઓ અગાઉથી જાણતા હોવાનું સેજલને ખબર પડી હતી. પતિએ પણ પોતે બાળપણમાં પડી જતા ગુપ્તભાગે ઓપરેશન કરાવ્યું હતું. તે પછી પોતાનામાં નપુંસકતા આવી ગયાનો ખુલાસો કર્યો હતો. બીજી તરફ ઘરકામ બાબતે સાસુ-સસરા ત્રાસ આપતા હતા. પિતાને ઘરેથી દહેજ લાવવા તમામ લોકો દબાણ કરતા હતા.

પતિ પણ હું કહું તે જ કપડાં પહેરવાના તેમ કહેતો હતો. સાસુ ઘરખર્ચ પેટે રૂ.7500 લેતા હતા. પતિ પત્ની પર સતત વોચ રાખતો હતો. બ્યુટીપાર્લર ગયેલી સેજલને પતિએ મારઝૂડ કરી હતી. આખરે સેજલે મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં સાસુ,સસરા તેમનો પુત્ર નામર્દ હોવાનું જાણતા હોવા છતાં સેજલ સાથે તેના લગ્ન કરાવી વિશ્વાસઘાત કર્યોની, દહેજની માંગણી સહિતની કલમો મુજબ ફરિયાદ કરી હતી.

(4:31 pm IST)