Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

બારણેથી નહીં તો બારીથી દંડ તો લેવાનો જ!

ઇમેમાની ટેકનોલોજી કારગર કે પોકળઃ ચોરીનું બાઇક પકડવાને બદલે મેમો ઉપર મેમો ફાડે વડોદરા પોલીસ

 રાજકોટઃ તા.૨૨, વડોદરા પોલીસ માત્ર દંડ વસૂલવા માટે જ સીસીટીવીનો ઉપયોગ કરતી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છાણી જકાતનાકા ટીપી-૧૩ વિસ્તારમાં રહેતા ચિરાગભાઇ કડીયાનું સ્કૂટર સપ્ટેમ્બર-૨૦૧૬માં ફતેગંજ બ્રિજ પાસેથી ચોરાતાં તેમણે પોલીસ ફરિયાદ કરી હતી.આ સ્કૂટરનો વીમો પણ તેમને મળી ગયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ,વર્ષ-૨૦૧૯માં ચિરાગભાઇને કાલાઘોડા સર્કલ પાસે હેલમેટ નહીં પહેરી સ્કૂટર ચલાવવા બદલ મેમો મળ્યો હતો.જેથી તેમણે ટ્રાફિક વિભાગને જાણ કરી હતી.એક મહિલા પીએસઆઇએ હવેથી તમને મેમો નહીં મળે તેવો જવાબ આપ્યોે હતો. પરંતુ,ગઇ તા.૧૧ ઓકટોબર અને તા.૨૫મી ઓકટોબરે ફરીથી તેમના ઘેર માસ્ક નહીં પહેરી સ્કૂટર ચલાવવા બદલ મેમો આવ્યો હતો.જેથી ચિરાગભાઇએ ફતેગંજ પોલીસને જાણ કરી હતી. આમ,પોલીસના વિભાગો વચ્ચે સંકલનના અભાવે ચોરીનું સ્કૂટર બિન્ધાસ્તથી શહેરમાં ફરી રહ્યું છે પરંતુ પોલીસ આ સ્કૂટર પકડવાના બદલે તેના ચાલકને એક પછી એક મેમો આપી રહી છે.

(3:41 pm IST)