Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

ગુજરાતના ૨૦૦થી વધારે વેપારીઓ વર્ષોથી કરે છે ખેડૂતો સાથે કોન્ટ્રાકટ ફાર્મીંગઃ કોઇ લેખીત કરાર થતા નથી

અમદાવાદઃ અત્યારે ખેડૂતો કેન્દ્ર સરકારના કૃષિ કાનુનો વિરૂધ્ધ પ્રદર્શનો કરે છે પણ છેલ્લા વર્ષોમાં ગુજરાત સહિત અન્ય સ્થાનો પર પણ કોન્ટ્રાકટ ફાર્મીંગનું ચલણ વધતુ જાય છે. આ સમજુતી કોઇ ખેડૂત અને કંપની વચ્ચે થતી નથી પણ વેપારી અને ખેડૂતો વચ્ચે થાય છે. અમદાવાદની નરોડા ફ્રુટ માર્કેટના કેટલાય જથ્થાબંધ વેપારીઓ ખેડૂતો સાથે મળીને  કોન્ટ્રાકટ  ફાર્મીંગ કરી રહયા છે.

નરોડા ફ્રુટ માર્કેટના પ્રમુખ અને જથ્થાબંધ વેપારી લક્ષ્મણભાઇ રોહરાએ કચ્છના એક ખેડૂત જયંતિભાઇ સાથે એક કરાર કર્યો છે. લક્ષ્મણભાઇએ કહ્યું કે આ કરાર અનુસાર સેફ્રોન નારંગી કેરી  અને દાડમનું કચ્છમાં બહુ ઉત્પાદન થાય છે.  ખેડૂતો સાથે એ-૧ ગુણવતાવાળા ફળો માટે કરાર થયો છે અને આ ફળની અમે બમણી કિંમત આપીએ છીએ. સેફ્રોન કેરીની વાત કરીએ તો અમે સારી ગુણવતાવાળા ફળોની અમે બમણી કિંમત આપીએ છીએ. બજારમાં જો તેની કિંમત ૩૦-૩૫ રૂપિયા  પ્રતિ કિલો ન હોય તો સારી ગુણવતા  વાળા ફળોના અમે ૬૦-૭૦ રૂપિયા આપીએ છીએ. અમે ખેડુતોને જંતુનાશક અને બોક્ષ પેકીંગનો સામાન આપીએ છીએ. જો ખેડૂતને પૈસાની જરૂર હોય તો અમે તેને ૧૦-૨૦ લાખ રૂપિયા એડવાન્સ પણ આપીએ છીએ.

મહત્વપૂર્ણ વાત એ છે કે અમદાવાદના ૫૦થી વધારે વેપારી અને રાજયભરના ૨૦૦થી વેપારીઓ ખેડૂતો સાથે આ પ્રકારનો કારોબાર કરી રહયા છે.

(3:40 pm IST)