Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

ડિપ્રેશનનો શિકાર બનેલા જાણીતા ગણિતના શિક્ષકે લગાવી ૧૪માં માળેથી છલાંગ : મોત

પાર્થ ટાંક પાસે ટયુશન લેવા માટે વિદ્યાર્થીઓએ એક વર્ષ અગાઉ બુકીંગ કરાવવુ પડતુઃ ગુજરાતી ફિલ્મ પણ બનાવી હતી

રાજકોટઃ અમદાવાદ શહેરના પાલડી વિસ્તારના ખુબ જ જાણીતા ગણિતના શિક્ષક પાર્થ ટાંકે આત્મહત્યા કરી લીધી છે ૧૪માં માળેથી ઝંપલાવી જીવ દઇ દીધો હતો. તેઓ છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનનો શિકાર હતા અને મનોચિકિત્સક પાસેથી સારવાર લઇ રહયા હતા.

પાલડી સ્થિત વૃંદાવન સોસાયટીમાં રહેતા પાર્થ જયંતિભાઇ ટાંકના પરિવારમાં પત્નિ અને બે બાળકો છે. ખુબ જ જાણીતા શિક્ષક કહેવાતા. તેની પાસે ટયુશન કરાવવા માટે એક વર્ષ અગાઉ બુકીંગ કરાવવુ પડતુ. તેઓએ ગુજરાતી ફિલ્મોમાં પ્રોડકશન હાઉસ પણ શરૂ કર્યું હતુ. 'ટીચર ઓફ ધ યર' નામની ગુજરાતી ફિલ્મ પણ બનાવી હતી. પણ છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનનો શિકાર બન્યા હતા. તેઓ મનોચિકિત્સક પાસે સારવાર કરાવી રહયા હતા. પાર્થ વાસણાના રાજયશ કોમ્પલેક્ષના હેલ્થ કલબમાં નિયમીત સભ્ય હતા અને નિયમીતરૂપે વ્યાયામ કરવા જતા હતા.

(3:40 pm IST)