Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

અધિક કલેકટર સંજય મોદીને સિલેકશન સ્કેલમાં બઢતી

રાજકોટ, તા., ૨૨: ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમના જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર શ્રી સંજય કે.મોદીને સરકારે સિનિયર સ્કેલમાંથી સિલેકશન સ્કેલમાં બઢતી આપી હાલના પદ પર યથાવત રાખ્યા છે. તેઓ અગાઉ લીંબડીમાં પ્રાંત અધિકારી, જુનાગઢમાં અધિક નિવાસી કલેકટર, ગીર સોમનાથ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક  વગેરે પદ પર ફરજ બજાવી ચુકયા છે. (મો.૯૮રપ૯ ૭૭૬૬૦-ગાંધીનગર)

(12:56 pm IST)