Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

રાજકોટ, વડોદરા અને સુરત જેલમાં ડિજિટલ પાઠ શાળાનો અનોખો પ્રયોગ

હવે કેદીઓને પણ સ્માર્ટ બનાવવા માટે સ્માર્ટ ટ્રેનીંગ રૂમ તથા સ્માર્ટ બોર્ડના ઉપયોગ...અહી ચોક અને ડસ્ટર નહિ હોય...ઓછો અભ્યાસ ધરાવતા કેદીઓ માટે પણ રોજગાર લક્ષી કોર્ષ : તજજ્ઞોની મદદથી ગુજરાતની જેલ કેદીઓના જીવન પરિવર્તિત કરવાના દેશના અનોખા અભિયાનની અનોખી કથા 'અકિલા' સમક્ષ રાજયના જેલ વડા ડો. કે.એલ.એન.રાવ વર્ણવે છે

રાજકોટ તા.૨૨: હવે ડિજિટલ યુગમાં હવે જેલ કેદીઓ પણ ગુજરાતમાં સ્માર્ટ બને અને તેમની આ સ્માર્ટનેશનો ઉપયોગ સમાજના સારા કાર્યો સાથે જેલમુકત થયા બાદ આધુનિક યુગમાં તેમનો પણ જીવન નિર્વાહ સારી રીતે ચાલે તે માટે રાજકોટ અને વડોદરા તથા લાજપોર જેલ સુરતના કેદીઓ માટે સ્માર્ટ ટ્રેનીંગ રૂમ તથા ઓછા અભ્યાસ વાળા લોકોને આત્મ નિર્ભર બનાવવાના પીએમના મંત્રને મૂર્તિમંત કરવા અભિયાન શરૂ કર્યાનું 'અકિલા' સાથેની વાતચીતમાં ગુજરાતના જેલ વડા ડો. કે.એલ.એન.રાવે જણાવ્યું છે. 

ડો. રાવે વિશેષમાં જણાવેલ કે સ્માર્ટ કલાસ રૂમ ના સ્માર્ટ બોર્ડ થકી કેદીઓના વિચારો ને સમાર્ટમાં પરિવર્તિત કરવા જેલ અદ્યિકારીઓ અને સ્ટાફ ખૂબ જ જહેમત થી ટીમ ની ભાવનાથી કેદીઓ માટે આ કપરું કાર્ય કઇ રીતે સહેલું બનાવી શકાય તે દિશામાં સઘન પ્રયાસો ચાલે છે.જાણીતા તજજ્ઞોની મદદ પણ મેળવાય રહી છે.

મંદીના માહોલ અને લોકડાઉનની પરિસ્થિતિ સમયે ધંધા રોજગારમાં તકલીફ સર્જાઇ રહી છે ત્યારે જેલ ભજીયા હાઉસ દ્વારા અધ ધ ધ કમાણી કરી છે.

અત્રે યાદ રહે કે ડો. કે. એલ.એન.રાવ ના ધર્મપત્ની ઇન્દુ રાવ એક જાણીતા શિક્ષણ શાસ્ત્રી છે અને તેમની કબેલિત જોય સાઉથની પ્રતિષ્ઠત્ યુનિ.દ્વારા ડિરેકટર તરીકે સામેથી પસંદગી કરી છે.તેમના વિચારો પણ આ નવતર અભિયનમાં ખૂબ ઉપયોગી થશે.   ઓડિયો અને વિડિયો જેવા ટેકનિકલ સાધનો દ્વારા આ અભ્યાસ થવાનો હોવાથી કેદીઓ માટે યાદ રાખવું ખુબ સહેલ બનવા સાથે દરેક ઉંમરના લોકો માટે આ પદ્ઘતિ ખૂબ ઉપયોગી બનશે જેલની આ આધુનિક પાઠશાળામાં ડસ્ટર અને ચોકનો ઉપયોગ નહિ થાય.

(12:56 pm IST)