Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જીલ્લા મથકોએ રર ખેડૂતોને શ્રધ્ધાંજલી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની આગેવાનીમાં ગુરૂવારે કાયદાની તાલુકા કક્ષાએ હોળી

રાજકોટ તા. રર :.. કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા લાવવામાં આવેલાં કૃષિ કાયદાના  વિરોધમાં આજે જીલ્લા મથકોએ ખેડૂતોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. અને આ કાયદા સામે આક્રોશ ઠાલવામાં આવ્યો હતો.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની આગેવાનીમાં વિવિધ કાર્યક્રમો કરીને કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું છે કે ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ અને નિર્ણયના કારણે ગુજરાત અને સમગ્ર દેશના ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. ભાજપ સરકારે ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા પસાર કરીને ભારતના અન્નદાતાને મરણતોલ ફટકો માર્યો છે. આ સમગ્ર બાબતને લઇને દેશભરમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે અને સમગ્ર દેશના ખેડૂતો ર૪ દિવસથી દિલ્હીમાં વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોના આ અહિંસક આંદોલનમાં રર ખેડૂતોએ જીવ ગુમાવ્યા છે.

આ સંજોગોમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સુચના અનુસાર ખેડૂત આંદોલનને સમર્થન તેમજ ભાજપ સરકારે પસાર કરેલ ત્રણ કાળા કાયદા વિરૂધ્ધ આપના જિલ્લા વડામથકે તેમજ તમામ તાલુકા વડામથકે કાર્યક્રમ યોજવા અપીલ કરી છે.

જે અંતર્ગત આજે મંગળવારે તમામ જિલ્લા મથક પત્રકાર પરિષદ દિલ્હી ખાતે અહિંસક આંદોલનમાં મૃત્યુ પામેલ રર ખેડૂતોને જિલ્લા મથકે શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી કાલે બુધવારે ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક મંદિરોમાં દિલ્હી ખાત અહિંસક આંદોલનમાં મૃત્યુ પામેલ રર ખેડૂતો શ્રધ્ધાંજલી (જિલ્લા - તાલુકા પંચાયત બેઠકને અનુલક્ષીને) યોજાશે.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું કે, તા. ર૪ ને ગુરૂવારે ભાજપ સરકારે પસાર કરેલ ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદાની તાલુકા કક્ષાઅ હોળી શનિવારે ખેતી બચાવો, ખેડૂત બચાવો, ચલો ખેતરે- ચલો ગામડે, ખેડૂતો સાથે સંવાદ કરાશે તથા ૧-૧-ર૦ર૧ શુક્રવાર થી ૧૦-૧-ર૦ર૧ સુધી જનસંપર્ક અભિયાન અંતર્ગત ખેડૂત કાળા કાયદા વિરૂધ્ધ આવેદનપત્રમાં સહી ઝૂંબેશ પત્રીકા વિતરણ કરવામાં આવશે.

(12:54 pm IST)