Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

કેવો યોગનું યોગ..... આ વખતે પણ ટ્રબલ શૂટર આઇપીએસ હિમાંશુ શુકલાને સ્થાને 'રો'મા અન્ય આઇપીએસ

ખૂબ જ મહત્વની મનાતી કેન્દ્રીય એજન્સીમાં વડોદરા ડીસીપી સંદીપ ચોધરીની પસંદગી : સૌ પ્રથમ જેનું નામ હતું તેવા એટીએસના સર્વેસર્વા જેવા આ અધિકારીને રાજય સરકાર મુકત કરવા ઈચ્છતી ન હોવાથી રાજકોટ રૂરલના ભૂતપૂર્વ એસપી અંત્રિપ સુદ બાદ વધુ એક યંગ અને કાર્યદશ સંદીપ ચોધરી પર પસંદગીઃભીતરી કથા

રાજકોટ તા.૨૨: દેશની જાસૂસી એજન્સી રો મા ગુજરાતના વધુ એક આઇપીએસ અધિકારી અર્થાત્ વડોદરાનાં ડીસીપી સંદીપ ચૌધરીની પસંદગી થઇ છે.ઉપરોકત પસંદગી સંદર્ભે ગુજરાતના ગૃહ મંત્રાલય એડી. સેક્રેટરી નિખિલ ભટ્ટની સહીથી નીકળેલ આદેશ મુજબ ૪ વર્ષ માટે અંડર સેક્રેટરી લેવલે પસંદગી પામેલ આ આઇપીએસ ને તાત્કાલિક તેમના હાલના સ્થાનેથી મુકત કરવા માટે પણ આદેશ થયો છે.

અહી સુધી તો બધું બરોબર પરંતુ રો માટે જે સહુ પ્રથમ પસંદ થયેલ તેવા ગુજરાત એટીએસ ના ડી. આઈ.જી લેવલનાં કાર્યદક્ષ આઇપીએસ હિમાંશુ શુકલાને રાજય સરકારે કેન્દ્રમાં રો મા જતા રોકી લીધા હોય તેવુ ફલિત થયા વગર રહેતું નથી.

 અત્રે યાદ રહે કે રાજય પોલીસ તંત્રમાં ખૂબ જ જાણીતા અને રાજય સરકારના ટ્રબલ શૂટર આ આઈપીએસ દ્વારા દેશ વિરોધી પ્રવૃતિ મા સામેલ શખ્સોને અન્ય રાજયોમાંથી ઉઠાવી લાવી અનેક ના પાક ઈરાદાઓ પર પાણી ફેરવી દેનાર હિમાંશુ શુકલને રાજય સરકાર કોઈ પણ કિંમતે અહીથી મુકત કરવા ન ઈચ્છતી હોય તેમ આ અગાઉ તેમને બદલે ભૂતકાળમાં રાજકોટ એસપી તરીકે લોકો અને પોલીસ સ્ટાફની પ્રસંશા મેળવનાર અંત્રીપ સુદ પર પસંદગી ઉતારી હતી.

આમ ફરી એક વખત રો મા ડેપયુટેસન પર હિમાંશુ શુકલા ને બદલે વડોદરામાં ટૂંકા ગાળામાં સારી કામગીરી કરનાર ડીસીપી સંદીપ ચોધરી પસંદ થયા છે.

 કેન્દ્રમાં સીબીઆઈ મા પ્રવીણ સિંહા મનોજ શશિધર ગગનદીપ ગંભીર વત્સ રાકેશ અસ્થાના અરુણ શર્મા અતુલ કરવલ સહિતના ખૂબ જ સારા અધિકારીઓ તરીકે જાણીતા અધિકારીઓ કાર્ય રત છે આમ એક વધુ IPS ગુજરાત કેડર થી મહત્વના સ્થાને પસંદ થયાં છે.

(12:54 pm IST)