Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

લાખો રૂપિયાની ફી બચાવવા

MBBSના પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનાર ૪૪૪૬ પૈકી ૪૦ ટકાએ ૧ વર્ષનો ડ્રોપ લીધો

અમદાવાદ, તા.૨૨: જાણીને આશ્ચર્ય થશે પરંતુ રાજયમાં તાજેતરમાં MBBSના પહેલા વર્ષમાં એડમિશન મેળવનારા ૪૪૪૬ વિદ્યાર્થીઓ પૈકી ૪૦ ટકા એટલે કે ૧૮૦૦ જેટલા વિદ્યાર્થીઓએ પહેલા ડ્રોપ લીધો હતો. તેનું પ્રાથમિક કારણ તેઓ નેશનલ એન્ટ્રસ એકઝામિનેશન ટેસ્ટ (NEET) ફરી એકવાર ભાગ લઈને સરકારી કવોટા અંતર્ગત એડમિશન લઈ સારી કોલેજે અને પોતાના લાખો રુપિયાની ફી બચાવવા માગતા હતા.

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેડિકલ એજયુકેશનલ કોર્સીસ(ACPMEC) દ્વારા આપવામાં આવેલા ડેટા મુજબ ગુજરાતમાં ૫૫૦૭ અંડર ગ્રેજયુએટ મેડિકલ સીટ્સ છે જે પૈકી ૪૪૪૬ બેઠકો પર કમિટી દ્વારા સેન્ટ્રલાઇઝ પ્રોસેસ મારફત એડમિશન આપવામાં આવ્યા હતા. જે પૈકી ૧૮૦૦ વિદ્યાર્થીઓએ પહેલા એકેડમીક યરમાં ડ્રોપ લીધો હતો અને પોતાની એડમિશનને વધુ સારી કોલેજમાં લેવા માટે ફરી ફચ્ચ્વ્ આપવા માગે છે. આ પૈકી સૌથી વધુ ૧૫૬૦ વિદ્યાર્થીઓ એવા છે જેમણે ૨૦૧૯માં તેમની ણ્લ્ઘ્ પરીક્ષા પાસ કરી છે. જયારે ૧૯૮ વિદ્યાર્થીઓએ ૨૦૧૮માં, ૨૯ વિદ્યાર્થીઓએ ૨૦૧૭માં અને ૧૩ વિદ્યાર્થીઓએ ૨૦૧૬માં પોતાનું ૧૨માં ધોરણ પાસ કર્યું છે.

રાજયમાં જૂના વિદ્યાર્થીઓ એડમિશન મેળવવાનો આ સૌથી મોટો આંક છે. ૧૮૦૦ પૈકી ૩૦૦ વિદ્યાર્થીઓને સરકારી મેડિકલ કોલેજોમાં એડમિશન મળ્યું છે. જયાં ખૂબ જ ઓછી ફી હોય છે. તેમ ખ્ઘ્ભ્પ્ચ્ઘ્ના અધિકારીએ જણાવ્યું.

હકીકતમાં, ૨૭ જૂના વિદ્યાર્થીઓએ ટોપ સ્કોર સાથે નીટ ક્રેક કરી છે અને રાજયની સૌથી વધુ માંગ ધરાવતી બી.જે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી લીધો છે.

નીલ પટેલ આવા જ એક વિદ્યાર્થી છે. તેમણે નીટ ૨૦૧૯માં ૪૬૪ માકર્સ મેળવ્યા હતા અને પાલનપુરની બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન મેળવી રહ્યા હતા. તેણે એક વર્ષનો ડ્રોપ લીધો અને પોતાનો સ્કોર સારો કરવા માટે સખત મહેનત કરી. નીલે આ વર્ષે ૬૫૧ માકર્સ મેળવ્યા છે અને બી.જે. મેડિકલ કોલેજમાં એડમિશન મેળવ્યું છે. કોચિંગમાં એક વર્ષ રોકાણ કરીને નીલ શ્રેષ્ઠ કોલેજમાં એડમિશન મેળવ્યું અને ફીમાં લાખોની બચત કરી, એમ નીલના પિતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

અમદાવાદના વિદ્યાર્થી ધ્રુવી આચાર્યએ નીટ ૨૦૧૯માં ૭૨૦માંથી ૩૯૮ માકર્સ મેળવ્યા હતા અને તેમને ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (GAIMS), ભુજમાં પ્રવેશ મળ્યો હતો. તેણે પોતાના પ્રદર્શનને વધુ સારું બનાવવા માટે એક વર્ષ માટે ડ્રોપ લીધો હતો અને નીટ ૨૦૨૦માં ૫૯૮ માકર્સ મેળવ્યા હતા.

ધ્રુવીને રાજકોટ, ભાવનગર, જામનગરની સરકારી મેડિકલ કોલેજોમાં એડમિશન મળી રહ્યું હતું, પરંતુ અમે સોલા સિવિલ પસંદ કર્યું કારણ કે અમે ઇચ્છતા હતા કે તે અમદાવાદમાં રહે. ડ્રોપ લેવાનો નિર્ણય આશીર્વાદરૂપ સાબિત થયો કારણ કે ધ્રુવીએ ૬૦ લાખ રૂપિયા જેટલી ફી બચાવી છે એમ પિતા પંકજે જણાવ્યું હતું.

(11:33 am IST)