Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

તા.૨૮મીથી ધો.૯ થી ધો.૧૨ની માસિક એકમ કસોટી

ગત ઓકટોબર - નવેમ્બરમાં છાત્રોએ કરેલ અભ્યાસના આધારે પ્રશ્નોપત્રો નીકળશે

રાજકોટ, તા. ૨૨ : ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમયાંતરે માસિક કસોટી લેવાય છે. શિક્ષણ બોર્ડ દ્વારા તા.૨૮ ડિસેમ્બરથી ૨ જાન્યુઆરી સુધી ધો.૯ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓની એકમ કસોટી લેવાની જાહેરાત કરી છે.

શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર રાજયની ખાનગી ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં આ પાંચમી માસિક કસોટી છે.

શિક્ષણ બોર્ડની સુચના મુજબ તા.૨૮ ડિસેમ્બરથી તા.૨ જાન્યુઆરી દરમિયાન ધો.૯ અને ધો.૧૦ તેમજ ધો.૧૧ અને ધો.૧૨ની માસિક કસોટી ઓકટોબર અને નવેમ્બર માસમાં કોર્ષ આધારે લેવાય છે. અગાઉ જાહેર થયેલ કાર્યક્રમ મુજબ ધો.૯ અને ધો.૧૦માં ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન તેમજ ધો.૧૧ અને ધો.૧૨માં સાયન્સ, ગણિત, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, અંગ્રેજી વિષયની પણ લેવાશે. જયારે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં નામાના મૂળતત્વો, અંગ્રેજી, વાણીજ્ય વ્યવસ્થા, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્રની પરીક્ષા લેવાય છે. શિક્ષણ બોર્ડ દ્વારા તમામ વિષયોના પ્રશ્ન પત્રો જીલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતેના ઈમેલ એડ્રેસ ઉપર મૂકવામાં આવે છે.

(11:22 am IST)