Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

મહેસાણા: પાંચોટ તળાવમાં કાર ખાબકતા ગમખ્વાર અકસ્માત : ત્રણ શિક્ષકોના મોત

કાર ચલાવતી વખતે શ્વાન વચ્ચે આવતા ચાલકે કાબુ ગુમાવ્યો : શિક્ષકો મહેસાણાથી નોકરીએ જઈ રહ્યા હતા

મહેસાણામાં ગમખ્વાર અકસ્માતમાં 3 શિક્ષકોના મૃત્યુ થયા છે. પાંચોટ તળાવમાં કાર ખાબકતા મહેસાણાથી નોકરીએ જઈ રહેલા 3 શિક્ષકો મૃત્યુને ભેટ્યા છે. કાર ચલાવતી વખતે શ્વાન વચ્ચે આવતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને કાળ તેમને ભરખી ગયો હતો. આ અકસ્માતમાં 1 મહિલા અને 2 પુરૂષના મૃત્યુ પામ્યા છે.

(2:53 pm IST)