Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

કલોલનાં પંચવટી વિસ્તારમાં આવેલ ગાર્ડન સોસાયટીમાં પ્રચંડ ધડાકો થતાં અનેક મકાનો ધ્વસ્તઃ બેના મોત : આખે આખી સોસાયટીના ઘરોની નીચેથી ઓએનજીસીની પાઈપલાઈન જાય છે

કલોલ :પંચવટી વિસ્તારમાં આવેલ ગાર્ડન સોસાયટીમાં આજે અચાનક પ્રચંડ ધડાકો થતાં અનેક મકાનો જર્જરીત થઈ ગયા હતા. થોડી વારમાં તો નાસભાગ મચી ગઈ હતી. ૧૦ કિ.મી. સુધીના વિસ્તારમાં પ્રચંડ ધડાકાનો અવાજ સંભળાયો હતો અને અનેક ગાડીઓના કાચ પણ તૂટ્યા હતાઃ આ ઘટનામાં બે વ્યકિતઓના મૃત્યુ થયા છે જયારે ૫ જેટલા ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે : ગાર્ડન સીટી સોસાયટીના પ્રમુખ ભદ્રેશ પટેલે એવો આરોપ મૂકયો હતો કે સમગ્ર સોસાયટીમાં ૨૫૦ જેટલા ઘરો આવેલા છે અને આ ઘરોની નીચેથી ઓએનજીસીની પાઈપલાઈન નીકળી રહી છે તેનો અમને ખ્યાલ જ નથી : સોસાયટીની બહાર લગભગ દોઢેક મહિનાથી ઓઈલ લીકેજ થતુ હતું, પરંતુ અમને એવું હતું કે આ ઓઈલ કોઈક બહારથી નાખી જતુ હશે. આ બનાવ બાદ ગાંધીનગરના કલેકટર કુલદીપ આચાર્ય અને રેન્જ આઇજી અભય ચુડાસમા પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

(4:06 pm IST)