Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

બનાસકાંઠા : કોટકા ભાખર ગામે દોહવાનાં મશીનમાંથી કરંટ લાગતા 11 ગાયોનાં મોત

ત્રણ ગાયો બચી ગઇ : ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે

બનાસકાંઠા : જિલ્લામાં કોટકા ભાખર ગામે આજે દૂધ દોહવાનાં મશીનથી કરંટ લાગવાના કારણે 11 ગાયોનાં મોત નિપજ્યાં છે. આ બનાવના કારણે બનાસડેરીના અધિકારી, પોલીસ તથા UGVCL ની ટીમ તત્કાલ ઘટના સ્થળે પહોંચી હતી. બીજી તરફ આ કરંટના કારણે 11 ગાયોનાં મોત નિપજતાં પશુપાલકને 11 લાખ કરતા પણ વધારેનું નુકસાન થયું છે

 . આ અંગે તબેલાના માલિક રામસુંગ પટેલે જણાવ્યું કે, મારે ગાયોનો તબેલો છે. સવારે મશીનમાં ગાયો દોવાઇ રહી હતી. જો કે અચાનક 11 ગાયો પડી ગઇ હતી. ચેક કરતા તમામનાં મોત નિપજ્યાં હતા. જ્યારે ત્રણ ગાયો બચી ગઇ છે.

  પશુપાલકનાં જણાવ્યા અનુસાર એક ગાયની સરેરાશ કિંમત સવાલાખ રૂપિયા છે. ઘટના અંગે માહિતી મળતા જ બનાસ ડેરી, સરકારી ડોક્ટર, UGVCL ના અધિકારીઓ પહોંચી ગયા હતા. આ ઉપરાંત જે કંપનીનાં દુધ દોહવાના મશીન હતા તેને પણ જાણ કરવામાં આવી છે. પોલીસ પણ ઘટનાની માહિતી મળતા આવી પહોંચી હતી. જો કે દુધ દોહવાની કંપનીના ડીલરે મશીન ચેક કર્યું હતું. જેમાં બોડી શોટ હોવાનું તેમણે જણઆવ્યું હતું. આ બનાવ અંગે કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પુશપાલક દ્વારા કરવામાં આવી હતી.

(12:40 am IST)