Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

નર્મદા જિલ્લાની વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખદબદતી ગંદકી:સ્ટાફ અને દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં!

છેલ્લા પાંચેક દિવસથી ક્ષય વિભાગની બાજુમાંજ દુગંધ મારતી ગંદકીથી સ્ટાફ હેરાન,સામે રસોડું પણ આવેલું છે

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાની વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં આવેલા ક્ષય વિભાગ અને દર્દીઓના બનતા ભોજનના રસોડા પાસેજ ખદબદતી ગંદકીના કારણે અતિશય દુર્ગંધથી સ્ટાફ તો હેરાન છે સાથે સાથે દર્દીઓ માટે બનતા ભોજનના રસોડા સામેજ ગંદકીના કારણે ભોજન પર પણ સવાલ ઉઠ્યા છે.

 જીલ્લાની વડી હોસ્પિટલમાં રોજ સારવાર અર્થે આવતા દર્દીઓ સાજા થવા આવતા હોય છે પરંતુ આવી હાલત પર થી દર્દીઓ વધુ બીમાર થાય તેમ લાગી રહ્યું છે.ત્યાં હાજર અધિકારીઓ શુ ગંદકી બાબતે અજાણ છે.?

 મહત્વની વાત તો છે કે ત્યાં બાજુમાંજ ક્ષય વિભાગનો સ્ટાફ બેસતો હોય તેમની હાલત ગંદકીની દુર્ગંધના કારણે બગડે પણ સ્વાભાવિક છે.માટે સિવિલ સત્તાધીશો આળસ ખંખેરી પી.એમ.મોદીના સ્વચ્છતા અભિયાનનું દર્દીઓ અને સ્ટાફના હિતમાં પાલન કરાવે તે જરૂરી છે.

(11:34 pm IST)