Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

સ્વર્ગસ્થ ક્રિકેટરોને શ્રધ્ધાંજલી આપવા રાજપીપળા ક્રિકેટ ક્લબ આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટનુ ઉદ્ધાટન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગરમા રમાતું ક્રિકેટ આજે મરણપથારી  ઉપર આવ્યુ છે, એક સમય હતો કે નગરના એકમાત્ર ધાબા ગ્રાઉન્ડમા ટેસ્ટ મેચના ઇન્ડિયન ક્રિકેટરો,રણજી ટ્રોફીના નામી અનામી ખેલાડીઓ ક્રિકેટ રમતા હતા, પરંતુ સમયાંતરે ભુલાઇ ગયુ એમાય ખાસ કરીને ધાબાં ગ્રાઉન્ડમા રમત ગમત સંકુલનુ સરકારે નિર્માણ કરતાં દેશની સહુથી વધુ લોકપ્રિય રમત જ જાણે ભુલાઈ ગઈ હોય હાલ ત્યાં ક્રિકેટનું ખાસ કોઈ અસ્તિત્વજ નથી જણાતું.
પરંતુ રાજપીપળાના અંબુભાઇ પુરાણી હાઇસ્કુલના ગ્રાઉન્ડ મા રાજપીપળા ક્રિકેટ ક્લબ દ્વારા રાજપીપળાના ક્રિકેટ પ્રેમી ક્રિકેટરોના અવસાન થતા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું જે પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નગર પાલિકાના પુર્વ સદસય નિલેષભાઈ અટોદરિયા,સંદિપ દશાંદી,ભાજપ યુવા મોરચાના જિલ્લા ઉપપ્રમુખ કુલદીપ સિંહ ગોહિલ,સુરેશભાઈ વસાવા,મહેશ વસાવા સહિતના ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદધાટન પ્રસંગે સ્વર્ગસ્થ ક્રિકેટરો પિયુષ ભાઈ( દુધી) સંજય વસાવા,પરેશ સોની, સુરજીત સિંહ ગોહિલનાઓને બે મિનિટનુ મૌન પાડી શ્રદ્ધાંજલિ અપાઈ હતી સાથે ક્રિકેટર તરીકેની તેમની ખેલભાવનાને બિરદાવાઇ હતી.

(11:08 pm IST)