Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

નર્મદા જિલ્લા બીજેપી અને આમ આદમી પાર્ટી વચ્ચેના જંગમાં આપ ભાજપનો ખેલ બગાડે તેવી શક્તાઓ

(ભેરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત રાજ્યની વિધાન સભાની ચૂંટણીઓનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે અને પ્રથમ રાઉન્ડમાં આવનારી બેઠકોના ચિત્રો સ્પષ્ટ થઇ ગયા છે ઉમેદવારો વચ્ચે જંગ નક્કી થઇ ગયો છે. અને જોર શોર થી પ્રચાર પ્રસાર પણ ચાલુ થઇ ગયો છે.ત્યારે નર્મદા જિલ્લામાં નાંદોદ બેઠક પર  પાંચ અને ડેડીયાપાડા બેઠક પર  ચાર ઉમેદવારો  વચ્ચે જંગ જામ્યો છે. હવે સ્ટાર પ્રચારકો અને જાહેર સભાઓ ગાજશે એક બીજાઓ પર આક્ષેપ પ્રતિઆક્ષેપો લાગશે અંતે નિર્ણય તો બંને બેઠકો પર આદિવાસી  મતદારો જ કરશે.

નાંદોદ અને  ડેડીયાપાડા બંને બેઠકો 2017 માં કોંગ્રેસ બીટીપી પાસે હતી. આ વર્ષે 2022 માં નાંદોદ બેઠક પર ભાજપે પ્રથમવાર મહિલા ઉમેદવાર મુક્યા ડો.દર્શનાબેન દેશમુખ, તો કોંગ્રેસે યુવા ચહેરો હરેશ વસાવા ને મેદાનમાં ઉતાર્યા છે, જોકે પોતાને ટિકિટ ના મળતા ભાજપના આદિજાતિ મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ એવા હર્ષદભાઈ વસાવા પોતે અપક્ષ ચૂંટણી લડે છે એટલે નાંદોદ બેઠક પર ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે સીધો જંગ જામ્યો છે. નાંદોદ બેઠક ના 2,35,056 મતદારો આ મતદારો નું ભાવી નક્કી કરશે.  જયારે ડેડીયાપાડા બેઠક માટે ભાજપે યુવા ચહેરો અને રાજ્યમાં સૌથી નાનો ઉમેદવાર 30 વર્ષીય હિતેશ વસાવા ને ઉતાર્યો છે. જેની સામે કોંગ્રેસે મહિલા ઉમેદવાર જેરમાબેન વસાવા ને ઉતાર્યા છે. ત્યારે અહીંયા આપ ના ઉમેદવાર ચૈતર વસાવા પણ ટક્કર આપી શકે તેવી મહેનત કરે છે આમ ડેડીયાપાડા બેઠક પર પણ ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે જંગ જામશે. ડેડીયાપાડા બેઠક ના 2,22,647 મતદારો આ ઉમેવારોનું ભાવિ નક્કી કરશે.
નર્મદા જિલ્લા માં 148- નાંદોદ બેઠક માટે 307 મતદાન મથકો રાખવામાં આવ્યા છે. જેમાં પુરુષ મતદારો -  1,19,480, મહિલા મતદારો - 1,15,574
કુલ મતદારો - 2,35,056 જયારે ડેડીયાપાડા બેઠક પર 317 મતદાન મથકો  રાખવામાં આવ્યા છે
 જાતિવાર સમીકરણ નાંદોદ વિધાનસભા માં જ્ઞાતિ ગણિત જોઈએ તો -તડવી -31 % ,વસાવા 30 % ,ભીલ 11 % ,પાટીદાર 06 %

જાતિઓ         નાંદોદ વિધાનસભા        
આદિવાસી          1,29,100          58 %        
બક્ષીપંચ               26,606          11  %                
સામાન્ય               42,600           18 %    
અનુ.જાતિ             14,850           06 %        
અન્ય                    16,900           07 %    
કુલ મતદારો       2,35,056         100 % 
 જીલ્લા માં બે વિધાન સભાઓ પ્રમાણે જાતિવાર સમીકરણ માં સૌથી વધુ આદિવાસી વસ્તી, લુહાર, મિસ્ત્રી, દલિત, મુસ્લિમ સામાન્ય ઘણા ઓછા
જાતિઓ                ડેડીયાપાડા વિધાન સભા
આદિવાસી                  1,91,798            84 %
બક્ષીપંચ                      15,570            07 %
સામાન્ય                       12,430            05 %
અનુ.જાતિ                      1,302            02  %
અન્ય                            1,547           02  %
કુલ મતદારો              2,22,647        100 %
 2017 ની ચૂંટણી ની માહિતી।....
નાંદોદ બેઠક પર હાલ ધારાસભ્ય તરીકે  પી.ડી.વસાવા  2017 મા બીજેપી  ના શબ્દશરણ તડવી સામે  માત્ર 6374  મતે વિજયી નિવળ્યા હતા.
પી.ડી.વસાવા ને 81849 મત અને શબ્દશરણ તડવી ને 75520 મત મળ્યા હતા જયારે ડેડીયાપાડા  બેઠક પર હાલ ધારાસભ્ય તરીકે મહેશભઇ વસાવા 2017માભાજપ  ના મોતીસિંહ વસાવા સામે 21751 મતે વિજયી નિવળ્યા હતા. અને તેનુ મુખ્ય કારણ કોંગ્રેસ અને બીપીટીપી નું ગઠબંન્ધન હતું  જેનો ફાયદો બીટીપી ને થયો હતો,2017  માં મોતીસિંહ વસાવા -ભાજપ ને કુલ61275   મત  મળ્યા હતા અને મહેશભાઈ વસાવા બીટીપી ને 83026 મત મળતા તેઓ 21751 મત  થી વિજેતા બન્યા હતા. 2022 માં બંને બેઠકો પર ત્રિપાંખિયો જંગ જામશે.
આઝાદીના 75 વર્ષબાદ પણ આવનારા બે ધારાસભ્યો સામે આ મુખ્ય પ્રશ્નો પડકાર રૂપ રહેશે.
(1) નાંદોદ બેઠક પર ગરુડેશ્વર તાલુકામાં આવેલ નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જમીનો ગુમાવનાર સ્થાનિકો ને વળતર અને રોજગારી 
(2) નર્મદા ડેમના પાણી કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી જાય છે ત્યારે કરજણ અને નર્મદા ના ડેમો વચ્ચે આવેલા 50 થી વધુ ગામો ને પાણી મળતું નથી 
(3) ડેડીયાપાડા વિધાન સભાનો મુખ્ય વિસ્તાર ડેડીયાપાડા સાગબારા બે તાલુકો જે નર્મદા ડેમ અને તાપી ડેમ વચ્ચે આવેલો હોવા છતાં સૂકો, આ વિસ્તારના લાખો ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરે છે સિંચાઈને હજુ સુધી કોઈ ખાસ વ્યવસ્થા નથી 
(4) આ બેઠક પર જંગલ જમીન  વધુ આવતી હોય જંગલ જમીન પટ્ટાઓ નામે કરવા મુદ્દે આજે પણ સ્થાનિક આદિવાસીઓ આંદોલન કરી રહયા છે. જેને લઈને લોકોમાં નારાજગી રહેશે

(12:42 am IST)