Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

છેલ્લા ત્રણ વર્ષનાં પ્રોહિબિશન કેસના વોન્ટેડ આરોપીને પકડી પાડતી તિલકવાડા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પ્રશાંત સુંબે સાહેબ, પોલીસ અધીક્ષક નર્મદા તથા વાણી દૂધાત નાયબ પોલીસ અધીક્ષક કેવડીયા વિભાગ તથા આર.એસ.ડોડીયા ઇન્ચાર્જ સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર કેવડીયા વિભાગ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ આગામી યોજાનાર ચૂંટણી અનુસંધાને પો.સ્ટે.ના નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવાની સુચના આપતા, જેથી પો.સ્ટે.ના નાસતા-ફરતા આરોપીઓને પકડવા સારૂ વર્ક આઉટમાં હતા તે દરમીયાન તિલકવાડા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સપેકટર એ.જી.ખોથ તેમજ સ્ટાફના પોલીસ કર્મયારીઓને મળેલ ચોકકસ બાતમીના આધારે તિલકવાડા પો.સ્ટે. નાં ગુનાનો છેલ્લા ત્રણ વર્ષથી નાસતો – ફરતો અંગુભાઇ ખીમજીભાઇ જાતે જોગટીયા હાલ (રહે.છકતલા મુળ રહે.ભોપાલીયા તા. સોઢવા જી. અલીરાજપુર (મધ્યપ્રદેશ), નાને પકડી પાડી અટક કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(12:34 am IST)