Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ચાણસ્મા કોંગ્રેસમાં મોટું ભંગાણ:કોંગ્રેસના બે કદાવર નેતાઓ ભાજપમાં જોડાયા

ચેહૂજી ઠાકોર અને કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ એ.જે.પટેલ જે.પી.નડ્ડાની હાજરીમાં કમલમ ખાતે જોડાયા

ચાણસ્મા કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યુ છે. કોંગ્રેસના બે કદાવર નેતાઓ ભાજપમાં જોડાયા છે. ચેહૂજી ઠાકોર અને કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ એ.જે.પટેલ ભાજપમાં જોડાયા છે. જે.પી.નડ્ડાની હાજરીમાં તેઓ કમલમ ખાતે જોડાયા હતા. ભાજપમાં બંને નેતાઓ સાથે મોટી સંખ્યામાં સમર્થકો પણ ભાજપમાં જોડાયા છે. ચેહૂજી ઠાકોરને ચાણસ્મા બેઠક પર ટિકિટ ન મળતા પક્ષપલટો કર્યો હતો.

(12:12 am IST)