Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

તાલપત્રીની આડમાં ઘુસાડાતો દારૂ ઝડપાયો :આમલીયારા પાસે વડોદરા LCBએ ટ્રકમાંથી વિદેશી દારૂની 985 નંગ પેટી ઝડપી

 હાલોલ ટોલનાકા રોડ પરથી વિદેશી દારૂ ભરેલી ટ્રક સહીત 69,26000 ના મુદ્દામાલ સાથે બે શખ્શોની અટકાયત

વડોદરા એલસીબીને મોટી સફળતા મળી છે. એલસીબી ટીમે અન્ય રાજ્યમાંથી ગુજરાતમા વિદેશી દારૂ ચૂંટણી સમયે ઠાલવવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો.વડોદરા હાલોલ ટોલનાકા રોડ પરથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ છે. આમલીયારા પાસે વડોદરા LCBએ આ કામગારી કરી હતી.ટ્રકમાંથી વિદેશી દારૂની 985 નંગ પેટી ઝડપાઈ છે. રૂપિયા 69,26000 ના મુદ્દામાલ સાથે બે શખ્શોની અટકાયત કરવામાં આવી હતી.

બનાવની વિગત મુજબ પોલીસને બાતમી મળી હતી કે એક ટ્રક ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશીદારુનો જથ્થો ભરીને ગોધરાથી વડોદરા થઇ ગાંધીધામ કચ્છજનાર હોવાની બાતમી મળી છે. જેથી બાતમી હકિકતના આધારે એલ.સી.બી ટીમના અધિકારી અને કર્મચારીઓને ગોધરાથી વડોદરા આવતી ટ્રેક ઉપર આમલીયારા ગામના જી.ઇ.બી સબ સ્ટેશન સામે બાતમીવાળી ટ્રક ગાડીની વોચમાં રહેવા જૂરી સુચનાઓ આપી હતી. જે આધારે એલ.સી.બી ટીમ દ્વારા આમલીયારા ગામના જી.ઇ.બી સબ સ્ટેશન સામેથી બાતમી હકિકતવાળી ટ્રકને ઝડપી પાડી હતી. ટ્રકમાં બે ઇસમો હતા જેમના નામ પૂછતા 1.તાજારામ ભગારામ પુનીયા (રહે રાજસ્થાન), 2.રાવતારામ શેરારામ બાના (રહે રાજસ્થાન) હોવાનુ જણાવ્યુ હતુ .જેઓને સાથે રાખી ટ્રકના પાછળ ઉપરના ભાગે તાડપત્રી બાંધેલ હતી જે હટાવી જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ મળી આવ્યો હતો. જે બહાર કાઢી ગણતરી કરતા જુદા-જુદા માર્કાની ભારતીય બનાવટના વિદેશીદારૂની પેટી નંગ 985 ની કુલ કિંમત 59, 10,000નો તથા બે મોબાઇલ ફોન,ટ્રક, તાડપત્રી રસ્સી, તથા ટ્રકના કાગળો મળી કુલ 69, 26,000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

(9:06 pm IST)