Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

વડોદરામાં પ્રચારમાં નીકળેલા ભાજપના ત્રણ નેતાઓ સામે એટ્રોસીટી હેઠળ ફરિયાદ નોંધાઇઃ જાતિ વિષયક અપમાનનો આક્ષેપ

બે નગરસેવકો અને એક ભાજપ શહેર મહામંત્રી વિરૂદ્ધ અજય તડવીએ ફરિયાદ કરતા ખળભળાટ

વડોદરાઃ વડોદરાના કાસકીવાળ વિસ્‍તારમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા ભાજપના ત્રણ નેતા બિરેન શાહ, વિશાલ શાહ અને અમિત સોલંકી વિરૂદ્ધ એટ્રોસીટીની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદી અજય તડવીએ જાતિ વિષયક અપમાનનો આક્ષેપ કર્યો હતો. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના ત્રણ નેતાઓ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે. 2 નગરસેવક અને ભાજપ શહેર મહામંત્રી સામે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. કાસકીવાળ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક ઘટના બની હતી.  જેમાં અજય તડવીએ જાતિ વિષયક અપમાનનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ DySP દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. 

આ વિશે મળતી માહિતી પ્રમાણે, વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર કરવામાં ક્યારેક નેતાઓ ભાન ભૂલતા હોયા છે, ત્યારે વડોદરામાં ભાજપના 3 નેતાઓ પર એક્ટ્રોસીટીની ફરિયાદ નોધાઇ છે. વડોદરામાં 2 નગરસેવકો અને 1 ભાજપ શહેર મહામંત્રી પર ફરિયાદ નોધાતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. જેમના પર એક્ટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે તેમના નામમાં કાઉન્સિલર બિરેન શાહ, વિશાલ શાહ અને મહામંત્રી અમિત સોલંકી છે.

વડોદરામાં કાસકીવાળ વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં ભાજપના ત્રણેય નેતાઓ ગયા હતા, તે સમયે આ  ઘટના બની હતી. ફરિયાદી અજય તડવીએ ભાજપના ત્રણેય નેતાઓ પર પોતાની ફરિયાદમાં જાતિ વિષયક અપમાનનો આક્ષેપ કર્યો હોવાનો વાત સામે આવી રહી છે. આ મામલે DYSP દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરાઇ છે.

(5:52 pm IST)