Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ચૂંટણીમાં ડિનર ડિપ્‍લોમસી : સમાજના મેળાવડાઃ વેપારીઓના સંમેલન શરૂ

ઉમેદવારોએ પણ તમામ પ્રકારના કાર્યક્રમમાં હાજરી આપવાની શરૂઆત કરી દીધી

અમદાવાદ,તા. ૨૨ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ થઇ છે. તમામ રાજય પક્ષો ગાંધીનગરની ગાદી મેળવવા કવાયત કરી રહ્યા છે. પોતપોતાના મતવિસ્‍તારમાં લોક સંપર્ક શરૂ કરી દીધા છે. આ પરિસ્‍થિતીમાં કોઇ એક જ સમયે વધુમાં વધુ લોકોને કેવી રીતે મળી શકાય તેના આયોજન થઇ રહ્યા છે. આ માટે કોઇના કોઇ બહાને નાના-મોટા જમણવાર, ગેટ ટુ ગેધર અને નાના-મોટા મેળાવડા શરૂ થઇ ગયા છે. જેમા ઉમેદવારો ખાસ ઉપસ્‍થિત રહીને વધુમાં વધુ લોકો સુધી પોતાનો વાત પહોંચે તેઓ પ્રયાસ કરી રહ્યા છે.

કોઇ સમાજના સમૂહ લગ્ન કે સમાજના સ્‍નેહ સંમેલન યોજાઇ રહ્યા છે. બીજી તરફ, કાપડના વેપારીઓ કે જુદી-જુદી ઇન્‍ડસ્‍ટ્રી અને એસોસિએશન સાથે સંકળાયેલા વેપારીઓ પોતપોતાના વેપાર-ધંધા સાથે સંકળાયેલા લોકો સાથે નાના મોટા કાર્યક્રમો અને આયોજન કરી રહ્યા છે. અમદાવાદામાં ઉદ્યોગપતિઓ દ્વારા પણ એક નાનકડો કાર્યક્રમ કરવામાં આવ્‍યો હતો. જેમા ઉમેદવાર સહિત રાજકીય અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. જે તરફ જુદા-જુદા ધાર્મિક કાર્યક્રમો અને ધાર્મિક મેળાવડા પણ આયોજન થઇ રહ્યા છે. જેમાં પણ ચોક્કસ ઉમેદવારો દ્વારા વધુમાં વધુ લોકોને સંપર્ક કરીને પોતાની વાત રજૂ કરવામાં આવી રહી છે.

ઉદ્યોગપતિ દ્વારા શહેરની મોંઘીદાર હોટલોમાં ગણતરીના ઉદ્યોગપતિઓ કે વેપારીઓ સાથે જે તે ઉમેદવારોની મિટિંગ માટે ખાસ આયોજન કરવામાં આવી રહ્યા છે. જુદા-જુદા કાર્યક્રોમમાં પ્રીતિ ભોજનના આયોજન કરવામાં આવ્‍યા છે. ચૂંટણી આવતાની સાથે જ ઉમેદવારો અને તેમના માણસો દ્વારા વધુમાં વધુ લોકો સાથે સંપર્ક થાય તેવા કાર્યક્રમોના આયોજન કરવામાં આવી રહ્યા છે. અથવા તો આવા કાર્યક્રમોમાં હાજરી આપવા માટે ખાસ વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી રહી છે.

(11:33 am IST)