Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

૯૩ બેઠકો, ૨૭ દિગ્‍ગજો, ૭૫ સભા : બીજા તબક્કા માટે ભાજપના પ્રચારની આંધી

ભાજપ કાર્પેટ બોમ્‍બિંગ પ્રચાર પાર્ટ-૨

નવી દિલ્‍હી તા. ૨૨ : ગુજરાત વિધાનસભા ચૂંટણી બિલકુલ નજીક આવી ગઇ છે, ત્‍યારે ભાજપ દ્વારા પૂરપાટ ગતિએ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આજે ભાજપ કાર્પેટ બોમ્‍બિગ પ્રચાર પાર્ટ-૨ કરશે. બીજા તબક્કા માટે ભાજપના પ્રચારની આંધી જોવા મળશે. આજે ૯૩ બેઠકો માટે ૨૭ દિગ્‍ગજો નેતાઓ ૭૫ સ્‍થળે સભા સંબોધશે. એક દિવસમાં ૯૩ બેઠકો માટે કાર્પેટ બોમ્‍બિંગ પ્રચાર જોવા મળશે. ૨૦૨૨ની ચૂંટણીમાં ભાજપનો પ્‍લાનિંગ સાથે પ્રચાર પ્રસાર જોવા મળી રહ્યો છે.

આજે ૧૫ કેન્‍દ્રીય નેતા, ૧૨ રાજયના નેતા સભાઓ ગજવશે. આજે ૨૭ નેતાઓ પ્રચાર કરતાં જોવા મળશે, જયારે કાલથી ૨ દિવસ પીએમ મોદી પ્રચાર કરશે. સાથે જ અમિત શાહ, જે.પી.નડ્ડા, દેવેન્‍દ્ર ફડણવીસ જોડાશે. સીએમ ભૂપેન્‍દ્ર પટેલ, મનસુખ માંડવિયા, પરશોત્તમ રૂપાલા પણ પ્રચાર કરશે.(૨૧.૧૪)

૯૩ બેઠકો માટે એક દિવસમાં ભાજપની ૭૫ સભા

- ૧૫ કેન્‍દ્રિય, ૧૨ રાજયના નેતાઓ સભાઓ કરશે

- જે.પી.નડ્ડાઃ શહેરા, સિદ્ધપુર, નિકોલ, ચાણસ્‍મમાં સભા

- અમિત શાહઃ ખંભાત, થરાદ, ડીસા, સાબરમતી

- મનસુખ માંડવિયાઃ દસક્રોઈ, વટવામાં સભા

- દેવેન્‍દ્ર ફડણવીસઃ બાયડ, પ્રાંતિજ, મણિનગર

- મનોજ તિવારીઃ ડભોઈ, બાપુનગર, જમાલપુર

- રવિ કિશનઃ ભિલોડા, લુણાવાડામાં સભા

- અર્જુન મેઘવાલઃ બોરસદ, દાણીલીમડામાં સભા

- નીતિન ગડકરીઃ નડિયાદમાં જાહેર સભા ગજવશે

- ઘ્‍પ્‍ ભૂપેન્‍દ્ર પટેલઃ મોરવાહડફ, સંતરામપુર

- ઘ્‍પ્‍ ભૂપેન્‍દ્ર પટેલઃખેડબ્રહ્મા, ઈડરમાં સભા

- પુરુશોત્તમ રૂપાલાઃ છોટાઉદેપુર, હિંમતનગર

- પુરુશોત્તમ રૂપાલાઃ ધોળકા, ઠક્કરબાપાનગર

- નીતિન પટેલઃકલોલ, માણસા, અમરાઈવાડી

- વિનોદ તાવડે ૪, કૈલાશ ચૌધરી ૨ સભા યોજશે

- વિનોદ સોનકર વડોદરામાં સભા યોજશે

૨૩ નવેમ્‍બર

- બપોરે ૧૨.૨૦ વાગે અમદાવાદ એરપોર્ટ પહોચશે

- અમદાવાદ એરપોર્ટથી મહેસાણા જશે

- બપોરે ૧.૦૦ વાગે મહેસાણાં સભા સંબોધશે.

- ૧.૫૫ વાગે મહેસાણાથી દાહોદ જશે

- બપોરે ૩.૩૦ વાગે દાહોદમાં સભા સંબોધશે

- સાંજે ૫.૩૦ વાગે વડોદરામાં સભા સંબોધશે

- સાંજે ૭.૩૦ વાગે ભાવનગરમાં સભા સંબોધશે

- રાત્રે ૮૩૦ વાગ ભાવનગરથી અમદાવાદ જવા નીકળશે

- રાત્રે ૯.૨૦ એ અમદાવાદ એરપોર્ટ પહોચશે,

- ગાંધીનગર રાજભવનમાં રાત વિતાવશે.

૨૪ નવેમ્‍બર

- સવારે ૯.૫૫ વાગે રાજભવનથી પાલનપુર જવા રવાના થશે

- સવારે ૧૧.૦૦ વાગે પાલનપુરમાં સભા સંબોધશે

- બપોરે ૧.૦૦ વાગે મોડાસામાં સભા સંબોધશે

- બપોરે ૧.૫૫ વાગે મોડાસાથી દહેગામ જવા રવાના થશે

- બપોરે ૨.૩૦ વાગે દહેગામમાં જાહેર સભાને સંબોધશે

- સાંજે ૪.૦૦ વાગે બાવળામાં સભાને સંબોધશે

(11:30 am IST)