Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે ખાસ પ્રકારના બેલેટ પેપર તૈયાર કરવા ધમધમાટ

ચૂંટણી પંચે વરિષ્ઠ-વયોવૃદ્ધ મતદારો માટે ઘરે બેઠા મતદાનની સુવિધા આપી

અમદાવાદ :ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે ખાસ પ્રકારના બેલેટ પેપર તૈયાર કરવામાં આવી રહ્યાં છે. મતદાનને હવે થોડાક જ દિવસ બાકી રહ્યા છે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે.  દર ચૂંટણીની જેમ આ વખતે પણ ચૂંટણી પંચ અને જિલ્લાનું સ્થાનિક તંત્ર વધુમાં વધુ મતદાન થાય એ માટે પ્રયાસો હાથ ધરી રહ્યાં છે, તો સાથે મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યકમો અને અભિયાનો પણ ચલાવવામાં આવી રહ્યાં છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચ એવા મતદારો માટે ખાસ પ્રકારની સુવિધાઓ ઉભું કરી રહ્યું છે જેઓ સામાન્ય મતદાર કરતા અલગ છે અને કોઈને કોઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ચૂંટણી પંચે વરિષ્ઠ-વયોવૃદ્ધ મતદારો માટે ઘરે બેઠા મતદાનની સુવિધા આપી છે, સાથે જ પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે પણ ખાસ  સુવિધા આપવામાં આવશે.

  અમદાવાદમાં આવેલા અંધજન મંડળ ખાતે પ્રજ્ઞાચક્ષુઓ માટે બ્રેઇલ લીપીમાં મતદાન સામગ્રી તૈયાર કરવામાં આવે છે. આ વિધાનસભાની ચૂંટણીમાં બ્લાઇન્ડ લોકો પણ મતદાન કરશે. તેઓ માટે ખાસ પ્રકારના બેલેટ પેપર તેમજ અન્ય સાહિત્ય તૈયાર કરવામાં આવી રહ્યું છે. પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે બ્રેઈલ લિપિમાં બેલેટ પેપર, વોટિંગ અંગેની માર્ગદર્શિકા, વોટર આઇડી સહિતની સામગ્રી બ્રેઈલમાં તૈયાર કરવામાં આવે છે. આ પ્રકારના કુલ 60 હજાર જેટલા બેલેટ પેપર તૈયાર કરવામાં આવશે. પ્રજ્ઞાચક્ષુ મતદારો પોસ્ટલ બેલેટ દ્વારા પણ મતદાન કરી શકાશે. 

 

(10:47 pm IST)