Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ચૂંટણીમાં બેનામી રકમની હેરાફેરી અટકાવવા માટે ચૂંટણી પાંચ પંચ અને IT વિભાગ એકશનમાં આવ્યું

ભાવનગરના મહુવામાં પાન અને સોપારીના વેપારીના ત્યાં IT ના દરોડા પાડયા :ફાતેમા સોસાયટીમાં બ્લોક નંબર 77માં સર્ચ ઓપરેશન:

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બેનામી રકમની હેરાફેરી અટકાવવા માટે ચૂંટણી પંચ અને IT વિભાગ એકશનમાં આવ્યું છે. ભાવનગરના મહુવામાં પાન અને સોપારીના વેપારીના ત્યાં IT વિભાગે દરોડા પાડયા હતા. ફાતેમા સોસાયટીમાં બ્લોક નંબર 77માં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા  લાખો રૂપિયાની મળી આવી છે. આ રોકડ રોકડ બેનામી હોવાની આશંકા છે. હાલ સુધી કોઈ ચોક્કસ આધાર પુરાવા ન મળતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ચૂંટણી જાહેર થયા બાદ અત્યાર સુધી 22 કરોડની કેશ પકડાઈ છે

 

(8:58 pm IST)