Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

હવે કેનેડિયન વુડને લઇ એજ્યુકેશનલ સેમિનાર

ઉપયોગિતાઓ વિશે જાણકારી અપાઇ

અમદાવાદ, તા.૨૨ : ફોરેસ્ટ્રી ઇન્નોવેશન કન્સલ્ટિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (એફઆઇઆઇ ઇન્ડિયા) દ્વારા કેનેડિયન વુડ બ્રાન્ડ નેમ સાથે અમદાવાદમાં એક એજ્યુકેશનલ સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. કંપનીએ આ સેમીનારમાં વિવિધ પ્રકારનાં કેનેડિયન લાકડાંઓ વિશે જાણકારી આપી હતી, જેમાં વેસ્ટર્ન હેમલોક, સ્પ્રુસ-પાઇન-ફર (એસપીએફ) (દેવદારનું વૃક્ષ), ડગલાસ ફર, વેસ્ટર્ન રેડ સીડર અને યેલ્લો સીડર સામેલ હતા. આ સેમીનારમાં આર્કિટેક્ટ, ડિઝાઇનર, સોલિડ વૂડ ઉત્પાદકો, ટિમ્બરનાં વેપારીઓ અને રિયલ એસ્ટેટ ડેવલપર સમુદાયના સભ્યોએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સેમીનારના સહભાગીઓને કેનેડિયન વુડના વિવિધ પ્રકારનાં લાકડાઓના વપરાશ અને જુદી જુદી ઉપયોગિતા વિશે જાણકારી આપવામાં આવી હતી. જ્યારે સેમીનારમાં ભારતમાં વિવિધ પ્રકારના મજબૂત લાકડાં પર પ્રકાશ ફેંકવામાં આવ્યો હતો, ત્યારે ઇન્ટેરિઅર, આઉટડોર અને માળખાગત ઉપયોગ માટે કેનેડિયન લાકડાઓની સ્વીકાર્યતા, સુંદરતા, ઉપયોગિતા અને પર્યાવરણને અનુકૂળ વિશ્વસનિયતા જણાવવામાં આવી હતી.

           સેમીનારમાં ફર્નિચર ડોર, ડોર ફ્રેમ, ડેકિંગ અને ઝરૂખો સહિત જુદાં જુદાં ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં, જેની તરફ સહભાગીઓ આકર્ષિત થયા હતા. અહીં લાકડાની ફ્લેક્સિબિલિટી (જુદો જુદો ઉપયોગ કરવાની અનુકૂળતા) અને ઘણી સંભવિતતાઓ દર્શાવવામાં આવી હતી. આ પહેલ પર એફઆઇઆઇ ઇન્ડિયાનાં કન્ટ્રી ડાયરેક્ટર શ્રી પ્રણેશ છિબરે જણાવ્યું હતું કે, ભારતમાં આર્કિટેક્ટ, ઇન્ટેરિઅર ડિઝાઇનર અને રિયલ એસ્ટેટ ડેવલપરો દ્વારા લાકડાનો ટ્રેન્ડ વધી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને અમે કેનેડિયન વુડની ઉપયોગિતાઓ વિશે જાણકારી આપવા આ સેમીનારનું આયોજન કર્યું છે.

              એજ્યુકેશનલ સેશનનો ઉદ્દેશ વિવિધ પ્રકારના કેનેડિયન વુડનો જુદી જુદી અને રચનાત્મક રીતે ઉપયોગ કરવાની જાણકારી આપવાનો હતો. આ સેમીનારમાં અમે લાકડાની વિવિધતા, ટકાઉક્ષમતા, એના ગુણો અને તમામ પ્રકારનાં હવામાનમાં એની વિશિષ્ટતા રજૂ કરી હતી. આ સેમીનારની સફળતા જોઈને અમે આ પ્રકારનાં વધારા સેમીનારોનું આયોજન કરવા આતુર છીએ, જેથી વધુને વધુ લક્ષિત સમુદાય સુધી પહોંચી શકાય. સેમીનારને અંતે પ્રશ્રોત્તરી રાઉન્ડ યોજાયો હતો, જેમાં સહભાગીઓએ સેમીનારમાં કેનેડિયન વૂડની ટીમ પાસેથી પોતાનાં પ્રશ્રોનાં જવાબ મેળવ્યાં હતાં.

(9:54 pm IST)