Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ખેડા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી સામે સરપંચોનો મોરચો:ગાર્ગી જૈનની બદલીની માગ:કલેક્ટરને આવેદન

માત્ર નાણાપંચના કામો કરે છે પ્રાથમિક સુવિધા મુદ્દે ધ્યાન નહીં આપતા હોવાનો આક્ષેપ

 

ખેડા જિલ્લાના સરપંચોમાં જિલ્લા વિકાસ અધિકારી સામે  નારાજગી વધવા પામી છે અનેક ગામોના સરપંચોમાં તેણીના વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો છે. અને પોતાના રોષને વાચા આપવા  તમામ સરપંચોએ જિલ્લા કલેક્ટરને જિલ્લા વિકાસ અધિકારી વિરૂદ્ધ આવેદનપત્ર આપ્યું હતુ.

  આશરે 100 કરતા વધુ ગામના સરપંચોનો આરોપ છે કે ખેડા જિલ્લા વિકાસ અધિકારી ગાર્ગી જૈન સરપંચ વિરોધી કાર્યવાહી કરે છે. અને તેઓ માત્ર નાણાપંચના કામો કરીને સંતોષ માને છે. પરંતુ પ્રાથમિક સુવિધા મુદ્દે તેઓ ધ્યાન આપતા નથી. ત્યારે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને સરપંચોએ DDOની બદલીની માગ કરી હતી.

(12:03 am IST)