Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

બટાટાનાં ભાવ ગગડતા વેપારીઓમાં ચિંતા : લીલા શાકભાજી આવતાં બટાટાની માંગ ઘટી

બટાટાનાં વેપારીઓ ફરી એક વાર મુશ્કેલમા મુકાયા છે બટાટાનાં ભાવ છેલ્લાં એક માસમા ધરખમ ઘટાડો આવી જતા ફરી એકવાર વેપારીઓને નુકશાન કરવાનો વારો આવ્યો છે કોલ્ડ સ્ટોરેજમા પડેલ બટાટા એક માસ મા નીકળી દેવાની વાત છે તો બીજી તરફ અન્ય રાજ્યો અને ગુજરાતનાં માર્કેટ મા લીલી શાકભાજી આવતાં ભાવ તળિયે આવી જવા પામ્યા છે.

   બનાસકાંઠા એ સમગ્ર દેશ મા બટાટા નગરી તરીકે જાણીતી છે ચાલુ સાલે પ્રથમ તો વેપારીઓ તેજીની આશા ખેડુતોને સારા ભાવ આપી બટાટા ખરીદીને કોલ્ડ સ્ટોરેજમા સ્ટોક કરેલ જેમાં ગયા માસ સુધી બટાટા ની બિલ્ટી ૧૦૦૦ થી ૧૧૦૦ રૂપિયે જતાં આંશિક વેપારીઓ ને રાહત થઈ હતી પરન્તુ છેલ્લાં એક માસ મા બટાટા ન ભાવ ઘટી ૫૦૦ થી ૭૦૦ બિલ્ટી એટલેકે ૪ મણ નાં ભાવ થઈ જતા વેપારીઓ ને બે છેડા ભેગા પણ થતા નથી.હાલ અન્ય રાજ્યો મા બટાટા ની માગ ઘટી છે તો ગુજરાત મા લીલી શાકભાજી આવી જતા માર્કેટ મા બટાટા ની માંગ ઘટી છે જેનાં કારણે ભાવ તળિયે

(10:03 pm IST)