Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

વડોદરામાં ટ્રાફિક પોલીસે રીક્ષા ચાલકને નશાની હાલતમાં ઝડપ્યો

વડોદરા:શહેરના રાજમહેલરોડ પર ટ્રાફિક સિગ્નલનો ભંગ કરવા બદલ ટ્રાફિક પોલીસે  એક  રિક્ષાચાલકને અટકાવતા તેણે નશો કરેલી હાલતમાં પોલીસને અપશબ્દો બોલી બુમરાણ મચાવી હતી જેના પગલે ટોળુ ભેગુ થતાં રિક્ષાચાલકને નવાપુરા પોલીસને સોંપાયો હતો.

ટ્રાફિક શાખાના એલઆરડી કોન્સ્ટેબલ રાજુભાઈ પરષોત્તમભાઈ મોડી સાંજે રાજમહેલ મેઈન ગેટ પાસેના ચારસસ્તાના ટ્રાફિક પોઈન્ટ પર ફરજ પર હતા તે સમયે સાડા નવ વાગે  રિક્ષાચાલક રવિ ઉર્ફ કાંચો તારાચંદ રાવલ ( દિનદયાલનગર,વુડાના મકાનમાં,ગોત્રી)એ  ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઈટ હોવા છતાં સિગ્નલનો ભેંગ કરી તેની રિક્ષા આગળ હંકારી હતી.  

 ટ્રાફિક પોલીસે અટકાવતા તેણે પોલીસ સાથે બોલાચાલી કરી બુમરાણ મચાવી હતી. પ્રાથમિક તપાસમાં તેણે દારૃનો નશો કર્યો હોવાની જાણ થતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. નશો કરેલી હાલતમાં બીજાની જીંદગી જોખમાય તે રીતે રિક્ષા હંકારવા બદલ રિક્ષાચાલકને નવાપુરા પોલીસને સોંપાતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

(4:54 pm IST)