Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

અમદાવાદના વાડજમાં નરાધમે ચાર વર્ષીય બાળાને હવસનો શિકાર બનાવતા અરેરાટી: આરોપીની ધરપકડ થતા કડક કાર્યવાહી કરવાની માંગ

અમદાવાદ:વાડજમાં રહેતી ચાર વર્ષની બાળકીને નજીકમાં રહેતા શખ્સે પોતાના ઘરમાં બોલાવીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. બાળકીએ આ અંગે તેની માતાને હકીકત જણાવતા તેને ડોક્ટર પાસે લઈ જવામાં આવી હતી. જ્યાં તેની પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. વાડજ પોલીસે આ અંગે ગુનો નોંધીને આરોપીની ધરપક] કરી હતી.

આ બનાવની વિગત મુજબ વાડજ વિસ્તારમાં રહેતી ૪ વર્ષની બાળકી ૨૦ નવેમ્બરના રોજ તેના ઘર નજીકની દુકાને પુરી લેવા જઈ રહી હતી. દરમિયાન નજીકમાં રહેતા અમર સોલંકી (૨૮)એ બાળકીને ઘરમાં બોલાવીને તેની સાથે દુષક્રમ કર્યું હતું.

બીજીતરફ પુરી લેવા ગયેલી પુત્રી ઘરે ન આવતા તેની માતાએ તપાસ કરતા તે અમરના ઘરે હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે અમરના ઘરે જઈને દરવાજો ખખડાવી પુછતા તેણે તમારી દિકરી ઘરમાં નથી, એમ જણાવ્યું હતું.

(4:52 pm IST)