Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

સુરતમાં પિતા - પુત્રીના સબંધને કલંક લગાડતો નરાધમ બાપ : બે દિકરીઓ સાથે દુષ્કર્મની પોલીસ ફરિયાદ

પાંડેસરામાં મજૂરી કામ કરતા પરિવારની બે દિકરી ભોગ બની : માતાએ પિતા સામે નોંધાવી ફરિયાદ

રાજકોટ તા. ૨૨ : પિતા અને પુત્રીના પવિત્ર સબંધને આજે સુરતના પાંડેસરા વિસ્તારમાં એક પિતાએ કલંકીત કરતા ભારે ફીટકાર વરસી રહ્યો છે.

આજે સુરતમાં પિતા અને પુત્રીના પવિત્ર સંબંધોને લાંછન લગાડે તેવી ઘટના પોલીસમાં નોંધાઇ છે. મળતી માહિતી પ્રમાણે પિતાએ પોતાની બે સગી દીકરીઓ પર દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

ગઇકાલે મોડી રાત્રે પિતાએ જ બે દીકરીઓને શારીરિત અડપલા કરતાં માતા પર આભ તૂટી પડ્યું હતું. આ અંગે માતાને જાણ થતાં માતા પાંડેસરા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવા પહોંચી હતી.

નરાધમ પિતાની સમગ્ર કરતૂત સામે આવતા પાપી પિતાનો ભાંડો ફૂટી ગયો છે. જો કે, પરિવારના લોકો સગી દીકરી પર દુષ્કર્મ કર્યુ હોવાનું સાંભળીને ચોંકી ઉઠ્યા હતા. પોલીસે હાલ ગુનો તપાસ હાથ ધરી છે. સમગ્ર હિરાનગરી સુરતમાં આ બનાવની ભારે ચર્ચા જાગી છે.

(4:07 pm IST)