Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં અબજી બાપાશ્રીની પ્રાગટ્ય જયંતી – પ્રબોધિની એકાદશી ઉજવાઈ...

વિક્રમ સંવતના પ્રથમ માસ કારતક સુદ અગિયારસને પ્રબોધિની એકાદશી કહેવાય છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં વેદો, ઉપનિષદો તથા પુરાણોમાં એકાદાશીઓનો અનેકગણો મહિમા ગવાયો છે. દરેક અગિયારસ ભગવાનને અત્યંત પ્રિય છે. દરેક એકાદશીની પાછળ કોઈને કોઈ તથ્ય અવશ્ય રહેલું છે, એવી જ એક એકાદશી એટલે નૂતન વર્ષ વિક્રમ સંવત ૨૦૭૫ ના કારતક સુદ એકાદશી એટલે પ્રબોધિની એકાદશી. આ એકાદશી દેવઊઠી અગિયારસ તરીકે પણ ઓળખાય છે. આ એકાદશીના દિવસનું વ્રત કરવાનું જે પુણ્ય છે તે ગંગા નદીમાં સ્નાન કરવાથી જેમ પાપનો નાશ થાય છે તેવી રીતે મનુષ્યના સઘળા પાપોનો નાશ થાય છે. અગિયારસના દિવસે ઉપવાસ કરવાથી તે મનુષ્ય ખુબ જ પુણ્યશાળી બને છે. અને ધનવાન તથા સંપત્તિવાન બને છે અર્થાત તમામ સુખો મેળવે છે. વળી, હરિની ભક્તિ કરવાનો પવિત્ર સમયગાળો એટલે કે અષાઢ સુદ એકાદશીથી કારતક સુદ એકાદશી ચાર માસનો સમયગાળો એટલે ચાતુર્માસની આજે પુર્ણાહુતી.

કાર્તિક શુક્લ ૧૧ એટલે પ્રબોધિની (દેવઊઠી) એકાદશી. ઐતિહાસિક મહાન પર્વ. કાર્તિક શુક્લ એકાદશી ઘણાં પર્વોવાળી છે એટલે મહાન દિને () સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનના પિતા શ્રી ધર્મદેવનો સંવત ૧૭૯૬માં પ્રાદુર્ભાવ થયો. () ઉપાસ્ય ઇષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને સંવત ૧૮૫૭, તા. ૨૮-૧૦-૧૮૦૦ ને મંગળવારે પીપલાણામાં ભાગવતી મહાદીક્ષા ગ્રહણ કરી. () સદગુરુ શ્રી રામાનંદ સ્વામીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનને પોતાની ધર્મધુરા સંવત ૧૮૫૮, તા. ૧૭-૧૧-૧૮૦૧ ને મંગળવારે જેતપુર ગામમાં સોંપી. () શ્રી સ્વામિનારાયણ ગાદી સ્થાપના. () શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાનો સંકલ્પ જે ૧૨૫ વર્ષ પૃથ્વી પર દર્શન દેવાં તે પૂરો કરવા જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રી રૂપે સંવત ૧૯૦૧ માં વૃષપુર- કચ્છમાં પ્રગટ થયા. () આપણા સહુના સુખને માટે શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ સંવત ૧૯૮૬, તા. ૧૩-૧૧-૧૯૨૯ના ધન્ય દિવસે સરસપુરમાં નીડર સિદ્ધાંતવાદી સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપા પાસે ભાગવતી મહાદીક્ષા ગ્રહણ કરી.

ઐતિહાસિક મહાન પર્વના પાવનકારી દિવસે સંવત ૨૦૭૫, કાર્તિક શુક્લ ૧૧ ,તા.૧૯-૧૧-૨૦૧૮ ને સોમવારના શુભ દિને ભૂમંડલ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરના બ્રહ્મમાહોલમાં સવારના :૦૦ કલાકે શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રી પ્રાગટ્યનું મહિમાગાન પૂજનીય સંતીએ સંગીતના મંગલ સૂરો રેલાવી કર્યું હતું. ત્યારબાદ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય વિશ્વવાત્સલ્યમહોદધિ શ્રીપુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા પૂજનીય સંતોએ પૂજન અર્ચન કરી નીરાજનઆરતી ઉતારી અને હરિભક્તોએ પણ આરતી ઉતારવાનો અણમોલો લહાવો લીધો હતો. પછી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાને પ્રસન્ન કરવાને ૨૪ કલાકની અખંડ ધૂનનો ૧૦:૦૦ કલાકે પ્રારંભ કરવામાં આવ્યો હતો. અને તા. ૨૦-૧૧-૨૦૧૮, મંગળવારે ૧૦:૦૦ કલાકે અખંડ ધૂનની પૂર્ણાહુતી સોલ્લાસપૂર્ણ કરવામાં આવી હતી. અવસરે જીવનપ્રાણ સ્વામીબાપાના દિવ્ય આશીર્વાદ તથા આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદનું સૌએ પણ કર્યું હતું.

(1:14 pm IST)