Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

ખંભાળિયા યાર્ડમાં મગફળી વેચવા આવેલા ખેડૂતોનો વજનકાંટા મુદ્દે હોબાળો

વજનકાંટો પ્રમાણિત નહિ હોવાનો આક્ષેપ :વેચાણ કામગીરી બંધ કરાવી

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા માર્કેટ યાર્ડમાં મગફળી વેચવા આવેલા ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો  ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતોએ વજનકાંટા પર સવાલ ઉઠાવ્યા હતા. અને ખંભાળિયા ખાતેના મગફળી વેચાક કેન્દ્ર પર વેચાણ કામગીરી બંધ કરાવી હતી.

 ખેડૂતોએ રામધુન બોલાવીને પણ વિરોધ વ્યક્ત કર્યો છે. દેવભૂમિ દ્વારકામાંથી અંદાજે 80 હજાર ટન મગફળી ખરીદાશે પરંતુ 5 દિવસમાં ફક્ત 179 ટન જ મગફળી ખરીદી થઈ શકી છે. નિયમ મુજબ મગફળી ખરીદી સમયે પુરવઠા વિભાગનું પ્રમાણપત્ર મેળવેલા 10 વજન કાંટા રાખવાના હોય છે. પરંતુ ખંભાળિયા માર્કેટમાં એક જ વજનકાંટો ચાલુ છે. અને તે પણ પ્રામાણિત ન હોવાનો આક્ષેપ લાગ્યો છે

  મગફળી ખરીદી કામમાં પૂરતા કર્મચારીઓ પણ ન હોવાના આરોપ લાગતા રહ્યા છે. ત્યારે આજે ખેડૂતોએ રામધુન બોલાવી વેચાણ કામગીરી બંધ કરાવી હતી. તંત્રના કોઈપણ જવાબદાર અધિકારી કેમેરા સમક્ષ આવ્યા ન હતા.

(9:15 pm IST)