Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

પંચમહાલનાં અધ્યાપકને સામાજીક પ્રવૃત્તિ માટે મળ્યો અટલ બિહારી બાજપાઈ અવંતિકા એવોર્ડ

પંચમહાલ જિલ્લાની સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરામાં ફરજ બજાવતા પ્રોફેસરને નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે.તાજેતરમાં નવી દિલ્હીના ઇન્ડિયન ઇન્ટરનેશનલ સેન્ટરમાં એક કર્યક્રમમાં અટલ બિહારી બાજપાઈ અવંતિકા એવોર્ડ આપવામાં આવ્યો છે.

   પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલી સાર્વજનિક કોમર્સ કોલેજમાં ફરજ બજાવતા અરુણસિંહ સોલંકીને તેમની શિક્ષણની સાથે સાથે સેવાકીય સામાજીક પ્રવૃતિ માટે નેશનલ કક્ષાનો એવોર્ડ મળ્યો છે. જેમાં ઈન્ડીયન ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે આયોજીત સંભારભમાં ડો. એસ.કે. નંદા (આઈએએસ) તેમજ અનિલ પ્રથમ (આઈપીએસ), તેજેન્દ્રપાલ ત્યાગી વીરચક્ર એવોર્ડ, ડો આનંદ અગ્રવાલની ઉપસ્થિતીમાં '' અટલ બિહારી વાજપાઈ અંવતિકા એવોર્ડઆપવામાં આવ્યો હતો

. એવોર્ડ મળતાં ગોધરા શહેરના અધ્યાપક આલમમાં પણ ખુશીની લહેર ફેલાઈ છે. તેમની સાથે સાથે ગોવિંદગુરૂ યુનિર્વસીટીનું પણ ગૌરવ વધાર્યુ છે.

(8:39 pm IST)