Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

હાર્દિક પટેલ અને દિનેશ બાંભણીયા સામે ફરિયાદ ;માણસામાં મંજૂરી વિના સભા યોજવા બદલ પોલીસમાં ફરિયાદ

મંજૂરી નહીં હોવા છત્તા 18મીએ માણસામાં સભાના પ્રાંત અધિકારીના રિપોર્ટ બાદ માણસા પોલીસે ફરિયાદ નોંધી

અમદાવાદ : પાટીદાર અનામત આંદોલનનાં આગેવાન તેમજ PAAS કન્વીનર હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયા સામે ફરિયાદ કરાઈ છે માણસામાં મંજૂરી વગર જાહેરસભા યોજવા બદલ હાર્દિક અને દિનેશ બાંભણિયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે 

   અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિકે ગાંધીનગર નજીક માણસામાં 18 નવેમ્બરનાં રોજ જાહેર સભાને સંબોધન કર્યુ હતું. જેમાં તેને જનમેદનીને સંબોધિત કરી હતી એવું કહેવાય છે કે સભાની પહેલા મંજૂરી આપવામાં આવી હતી પણ બાદમાં તેની મંજૂરીને રદ કરી દેવાઇ હતી. તેમ છતાં રેલીમાં લાખો લોકોની જનમેદની ઉમટી પડી હતી.

    જો કે હાર્દિકને સભાની મંજૂરી આપ્યાનો તંત્રએ સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. સભા મંજૂરી વગર 18 નવેમ્બરે માણસામાં યોજાઇ ગઇ હતી. જેને લીધે પ્રાંત અધિકારીનાં રિપોર્ટ બાદ માણસા પોલીસે ફરિયાદ નોંધી હતી

 

(11:27 pm IST)