Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

રાજયમાં બીજા તબક્કા માટે ૨૮ ઉમેદવારોએ ફોર્મ ભર્યા

અમદાવાદ, તા.૨૨, રાજયમાં બીજા તબકકામા ૯૩ વિધાનસભા બેઠકોના મતદાન અંગે રાજય ચૂંટણીપંચ દ્વારા બહાર પાડવામા આવેલા જાહેરનામા બાદ ૨૦મી નવેમ્બરના રોજ માત્ર એક ઉમેદવારી ફોર્મ ભરવામા આવ્યુ હતુ.જયારે ત્રણ દિવસમાં કુલ મળીને ૨૮ જેટલા ઉમેદવારીપત્ર વિવિધ વિધાનસભા બેઠકો માટે ઉમેદવારો દ્વારા ભરવામા આવ્યા છે.આ અંગેની મળતી માહિતી અનુસાર,૨૦મીના રોજ બીજા તબકકાની ચૂંટણી માટે જાહેરનામુ પ્રસિધ્ધ કરવામા આવ્યા બાદ ૨૦મીના રોજ એક ઉમેદવારે ઉમેદવારીપત્ર ભર્યુ હતુ.૨૧મીના રોજ કુલ ૧૦ ફોર્મ ભરાયા હતા.જે પૈકી ૮ અપક્ષોએ ઉમેદવારી નોંધાવી હતી.દરમિયાન આજે વધુ ૧૮ ઉમેદવારી પત્ર ભરવામા આવ્યા છે.આમ ત્રણ દિવસમાં કુલ મળીને ૨૮ ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યા છે.

 

(10:17 pm IST)