Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

રાજ્યમાં ૧૪.૭૧ કરોડની કિંમતનો વિદેશી દારૂ કબ્જે

નશાબંધીના ૨૨૦૪૩ કેસ : ૧૭૮૮૬ની ધરપકડ : ૧૧૮૮૨૪ લોકોની વિરૂદ્ધ અટકાયતી પગલા લેવામાં આવ્યા : ૫૦૫૮૯ પરવાનાવાળા હથિયારો જપ્ત કરાયા

અમદાવાદ, તા.૨૨ : રાજય વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામા આવી ત્યારથી અત્યાર સુધીમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નશાબંધીના કાયદા હેઠળ કાર્યવાહી કરીને રૂપિયા ૧૪.૭૧ કરોડની કિંમતના વિદેશી દારૂના જથ્થા ઉપરાંત કુલ ૨૨,૦૪૩ જેટલા કેસ કરીને ૧૭૮૮૬ લોકોની નશાબંધીના કાયદા હેઠળ ધરપકડ કરીને કાર્યવાહી કરવામા આવી છે.પોલીસ તંત્ર દ્વારા રાજયના વિવિધ વિસ્તારોમાં દરોડાની કાર્યવાહીમા દેશી-વિદેશી દારૂ તેમજ તે કેસમાં જપ્ત વાહનો અને અન્ય સામગ્રી મળી કુલ ૩૫,૪૧,૧૧,૫૯૭ની રકમનો મુદ્દામાલ જપ્ત કરવામા આવ્યો છે.નશાબંધીના ૨૨,૦૪૩ કેસોમા કાર્યવાહી કરીને ૧૭૮૮૬ લોકોની ધરપકડ કરવામા આવી છે.આ ઉપરાંત ગુજરાત નશાબંધી એકટ હેઠળ ૨૧,૮૫૭ કેસ નોંધીને કાર્યવાહી કરવામા આવી છે.જયારે ક્રિમીનલ પ્રોસીઝર કોડની વિવિધ કલમ હેઠળ  કુલ ૧,૧૮,૮૨૪ લોકો સામે અટકાયતી પગલા લેવામા આવ્યા છે.રાજયમાં રૂપિયા ૧૪.૭૧ કરોડની કિંમતનો વિદેશી દારૂ,રૂપિયા ૨૧.૨૧ લાખની કિંમતનો દેશી દારૂ અને રૂપિયા ૨૦.૪૮ કરોડની અન્ય ચીજો મળી કુલ રૂપિયા ૩૫.૪૧ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામા આવ્યો છે.રાજયમાં અત્યાર સુધીમાં ૫૬૪૩૯ હથિયાર પરવાનેદારો પૈકી ૫૦૫૮૯એ પોતાના હથિયાર જમા કરાવ્યા છે.

 

(8:21 pm IST)