Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

બાપુના વચનોની જાહેરાત થઇ

૧૬ નવા ઉમેદવારોને ટિકિટ અપાઈ

        અમદાવાદ,તા. ૨૨ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ આજે જનવિકલ્પ મોરચાના સંયોજક શંકરસિંહ વાઘેલાએ આજે મહત્વની જાહેરાત કરી પોતાની પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. ચૂંટણી ઢંઢેરામાં બાપૂએ આપેલા વચનો નીચે મુજબ છે.

(૧) જીએસટીનો અમલ એક વર્ષ માટે મોકૂફ રાખશે અને રોટી, કપડા, મકાનને જીએસટીમાં મુકિત

(૨) મોંઘવારી ઘટાડવા પેટ્રોલ-ડિઝલ તેમ રાંધણગેસમાં વેટમાં ઘટાડો કરી ૧૫થી ૧૭ ટકા સુધી થશે

(૩) મેડિકલ, પેરામેડિકલ અને એન્જિનીયરીંગ સહિતના ઉચ્ચ શિક્ષણની ફીમાં સરકાર દ્વારા ૨૫ ટકા સુધીની ફીનો સહયોગ

(૪) ગ્રામ્ય વિસ્તારમાં ધોરણ-૧૧ અને ૧૨ વિજ્ઞાનપ્રવાહ શાળાઓને ગ્રાન્ટેડ કરાશે

(૫) વાર્ષિક છ લાખ સુધીની આવક ધરાવનાર પરિવારને ખાનગી હોસ્પિટલમાં કેશલેસ સારવાર મળે તે માટે વીમાનું કવચ, પ્રીમીયમ સરકાર ભરશે

(૬) ખેતીને ઉદ્યોગનો દરજ્જો અપાશે અને તેમના પાકો ખરીદવા ખરીદકેન્દ્રો શરૂ કરી સ્થળ પર જ ચેક

(૭) નાના ઉદ્યોગોને ૫૦ હજાર સુધીના બીલમાં ૨૦ ટકા અને રહેણાંકમાં રૂ.૧૨ હજાર સુધીના બીલમાં ૩૦ ટકા સુધીની રાહત અપાશે

(૮) મહિલાઓ માટે ઘરનું ઘરની યોજના. શહેરી વિસ્તારમાં ૯૦ વારનો પ્લોટ અને રૂ.૧૫ લાખની લોન અને ગ્રામ્ય વિસ્તારમાં સો વારનો પ્લોટ, રૂ.૧૦ લાખની લોન નજીવા વ્યાજદરે અપાશે

(૯) સમાજના અતિ પછાત વર્ગ માટે વધારાની ૧૦ ટકા અનામત અપાશે અને અગાઉ બાપુ સરકારે રચેલ કોળી ઠાકોર વિકાસ બોર્ડને નિગમ બનાવાશે

(૧૦) સૌરાષ્ટ્રના લોકોને તેમના પ્રશ્નો માટે ગાંધીનગર સુધી ધક્કા ના ખાવા પડે તેથી રાજકોટમાં વિભાગીય સચિવાલય બનાવાશે

(૧૧) પંચાયતી રાજનું સાચા અર્થમાં અમલીકરણ કરાશે અને સરપંચોને દર મહિને રૂ.પાંચ હજારનો ખર્ચ

(૧૨) નિસહાય વૃધ્ધો અને વિધવાઓને પ્રતિમાસ રૂ.પાંચ હજારની સરકાર સહાય કરશે અને રહેમરાહે નોકરીની નીતિ ફરી શરૂ કરાશે

(૧૩) આર્મીમાં ગુજરાત રેજીમેન્ટની રચના કરવા માટે ભલામણ કરાશે કે જેથી રાજયના યુવાનોને ભરતીમાં ન્યાય મળે

(૧૪) આવનારી પેઢીને પ્રદૂષણ મુકત ગુજરાત મળે તે હેતુથી પ્રદૂષણ નિવારણ અને તેના નિયંત્રણ માટે અસરકારક અમલીકરણ કરાશે

(૧૫) વ્યકિત એપોઇન્ટમેન્ટ લીધા સિવાય મળી શકે તે હેતુથી પ્રજા માટે  ખાસ લોક દરબારનું આયોજન

(૧૬) ફકત નર્મદાના ગેટ ઉભા કરવાથી ખેડૂતોના ખેતરમાં પાણી ન પહોંચે. કેનાલો, સબકેનાલો અને માઇનર કેનાલોનું નેટવર્કનું કામ સમયસર પૂરું કરી ખેડૂતોને નર્મદાનું પાણી અપાશે

 

(8:19 pm IST)