Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

ગાંધીનગરના ચિલોડ સર્કલ પાસે પોલીસ સ્વાંગમાં દારૂની હેરાફેરી કરતો ઈસમ 60 નંગ વિદેશી દારૂ સાથે ઝડપાયો

 ગાંધીનગર: શહેર નજીક ચિલોડા સર્કલ પાસેથી ગઈકાલે મોડી સાંજે પોલીસે એક જીપ પકડી હતી. જેમાં ચાલક પોલીસની વર્દીમાં હતો અને આ જીપની તપાસ કરતાં તેમાંથી ૬૦ નંગ વિદેશી દારૃ તેમજ બિયરની બોટલ મળી આવી હતી. જેથી બન્ને શખ્સોની ધરપકડ કરીને વધુ તપાસ શરૃ કરી હતી. વિધાનસભાની ચૂંટણીના પગલે જિલ્લા પોલીસ દ્વારા ઠેકઠેકાણે નાકાબંધી ગોઠવીને ચેકીંગ કરવામાં આવી રહયું છે. જેના પગલે અત્યાર સુધી પોલીસે જિલ્લામાંથી ૩૪ લાખ ઉપરાંતનો વિદેશી દારૃનો જથ્થો ઝડપી પાડયો છે. ત્યારે હજુ પણ દારૃ પકડવાનો સિલસીલો યથાવત છે. ગઈકાલે મોડી સાંજે ગાંધીનગર શહેર નજીક ચિલોડા સર્કલ નજીકથી પસાર થઈ રહેલી જીપ નં.જીજે-ર૭-બીઈ-૩૨૫૬ પસાર થઈ રહી તે દરમ્યાન ત્યાં હાજર પોલીસ જવાનોને તેની ઉપર શંકા જતાં તેને ઉભી રખાવી હતી. જીપનો ચાલક પોલીસની વર્દીમાં સજ્જ હતો જો કે તેની પુછપરછ કરતાં તેપોલીસ સ્ટેશનનું નામ જણાવી શકયો નહોતો.દરમ્યાનમાં જીપની તપાસ કરતાં તેમાંથી ૬૦ નંગ વિદેશી દારૃની બોટલો મળી આવી હતી. પોલીસે પુછપરછ કરતાં એક આરોપી દિપક વજેસિંહ ચૌહાણ રહે.સિંગરવા અને બીજો સજનસિંહ લાલુસિંહ ચુડાવત રહે.કણભા હોવાનું માલુમ પડયુ હતું. આ વિદેશી દારૃ કયાંથી લવાયો હતો અને કયાં લઈ જવાનો હતો તે દિશામાં તપાસ શરૃ કરી હતી. ત્યારે ઉલ્લેખનીય છેકે બુટલેગરો હવે દારૃની હેરાફેરી માટે પણ પોલીસના યુનિફોર્મનો ઉપયોગ કરી રહયા છે જેથી કોઈ તેમને રોકી ના શકે અને વિના વિરોધે દારૃની હેરફેર કરી શકે. માટે પોલીસે વધુ એલર્ટ થવાની પણ જરૃર છે. હજુ પોલીસ દ્વારા ચૂંટણી નજીક આવતી જાય છે તેમ ફ્લાઈંગ સ્કવોડ અને વાહન ચેકીંગની ટીમો પણ વધારવામાં આવશે જેના કારણે દારૃની હેરાફેરી કરતાં વધુ શખ્સો પકડવાની પણ શક્યતા છે. ચૂંટણીને અનુલક્ષીને અટકાયતી પગલાં પણ ભરાઈ રહયા છે.

(5:31 pm IST)