Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

નજીવી બાબતે કલોલમાં પત્નીને ઢોરમાર મારનાર પતિ વિરુદ્ધ ફરિયાદ

કલોલ:કલોલ પૂર્વમાં નજીવી બાબતમાં પત્નિને માર મારનાર પતિ સામે ગુનો દાખલ થયો છે. વચ્ચે છોડાવવા ગયેલા પિતાને પુત્રએ માર માર્યો હતો. શહેર પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ શરૃ કરી છે. કલોલ પૂર્વમાં કેશવનગરમાં રહેતી પરીણીતાએ પોતાના પતિ વિરૃધ્ધ શહેર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.તા.૧૯ નવેમ્બરના સાંજે પતિ સંજય સુતરીયાએ પત્નિ ક્રિષ્નાબેનને કહયું કે ચાલ વડાવસ્વામી જવાનું છે. જેથી પત્નિએ કહયું હતું કે મારે કામકાજ છે તમે એકલા જાવ.

બસ આટલું સાંભળતાં જ પતિ સંજય ઉશ્કેરાઈ ગયો અને પરીણીતાને માર માર્યો હતો. પરીણીતાની બુમાબુમથી સાસુ, વડસાસુ અને સસરા દોડી આવ્યા હતા અને પરીણીતાને મર માંથી બચાવી હતી.જોકે પરીણીતાએ ફરીયાદમાં આક્ષેપ કર્યો છે કે પોતાના સસરા એટલે કે સંજયના પિતા વચ્ચે છોડાવવા પડતાં સંજયે પોતાના પિતાને પણ મારમાર્યો હત.

પતિ દહેજની માંગણીઓ કરી અવારનવાર શારિરીક-માનસિક ત્રાસ આપી મારઝુડ કરતો હોવાની ફરીયાદ પરીણીતાએ નોંધાવતાં કલોલ શહેર પોલીસે તેના પતિ સંજય સુતરીયા સામે  શારીરીક માનસિક ત્રાસ અને દહેજ પ્રતિબંધક ધારાની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરી છે.

 

(5:31 pm IST)