Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

વડોદરા: શાકભાજી લેવા ગયેલ પરિણીતીને એકધારું જોનાર લંપટ યુવકને ઠપકો આપવાનો બદલો લીધો: પરિણીતાના ઘરમાં તોડફોડ કરી ધમાલ મચાવી

વડોદરા:આજવારોડ એકતાનગર વિસ્તારમાં શાકભાજી લેવા ગયેલી પરિણીતાને તાકી તાકીને જોતા યુવકને પરિણીતાએ ઠપકો આપ્યો હતો. છેલબટાઉ યુવકે પરિણીતાના ઘરે જઇ તોડફોડ કરી હુમલો કર્યો હતો. બનાવના પગલે આ વિસ્તારમાં કોમી તનાવ ફેલાઇ ગયો હતો. બાપોદ પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મામલો સંભાળી લીધો હતો.

આ અંગેની વિગત એવી છે કે આજવારોડ એકતાનગર વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષની પરિણીતા આજે બપોરે ઘરથી થોડે દુર દુકાનમાં શાકભાજી અને લોટ લેવા ગઇ હતી. તે દરમિયાન એકતાનગર મસ્જિદ પાસે રહેતા ફિરોજ તિજોરીવાલાનો છોકરો પરિણીતા સામે તાકી તાકીને જોતો હતો. આથી તું શું જોયા કરે છે ? તેવો પરિણીતાએ સવાલ કરતા યુવક ઉશ્કેરાઇ ગયો હતો અને પરિણીતાને ગાળો આપી હતી. જેથી પરિણીતા ઘરે જતી રહી હતી.

થોડીવાર પછી ફિરોજનો છોકરો અમજત તથા આદિલ પરિણીતાના ઘરે ધસી આવ્યા હતા અને ઘરમાં ઘૂસી તોડફોડ શરૃ કરી હતી. પરિણાતાનો પુત્ર અને નણંદ વચ્ચે પડતા હુમલાખોરોએ તેમને પણ માર માર્યો હતો. હુમલાખોરોએ ઘરની બહાર પાર્ક થયેલી સ્કૂટીની પણ તોડફોડ કરી હતી.

બનાવના પગલે એકતાનગર વિસ્તારમાં કોમી તનાવ ફેલાઇ ગયો હતો. બનાવની જાણ થતા બાપોદ પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગઇ હતી અને મામલો સંભાળી લીધો હતો.

પરિણીતાની ફરિયાદના આધારે બાપોદ પોલીસે ફિરોજ, ફિરોજના પુત્ર, અમજત તથા ભાણેજ આદિલ વિરૃધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

(5:30 pm IST)