Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

બોરસદમાં મકાનનું રીનોવેશન કરતા નીચે પટકાતાં 100 વર્ષીય મજૂરનું મોત

આણંદ:જિલ્લાના બોરસદ તાબે ગાંધીગંજમાં આવેલ એક મકાનનું રિનોવેશનનું કામ કરતા એક મજુર જમીન પર પટકાયો હતો. આ મજુરને આસપાસ રહેતા લોકોેએ કાટમાલ નીચેથી બહાર કાઢી નજીકની હોસ્પિટલે ખસેડાયો હતો. ત્યા ંસુધીમાં આ મજુરનું કરુણ મોત નિપજ્યું હતું. આ મોત બાત પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.આ ઘટના બાદ બોરસદમાં રહેતા જાગૃત નગરજનોમાં આ મકાનના રિનોવેશનની પરમીશન નગરપાલિકમાં લેવાઈ હતી ? જે મજુર મોતને ભેટયો તે ફક્ત ૧૬ વર્ષનો હતો તેથી શ્રમ આયોગ દ્વારા કોન્ટ્રાક્ટ લેનાર સામે કાર્યવાહી કરવામાં આવી? આવા સવાલોએ ગરમાવો જમાવ્યો હતો.
આ ઘટનામાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ બોરસદ તાબે ગાંધીગંજમાં આવેલ એક મકાનનું રિનોવેશનનું કામકાજ ચાલી રહ્યુ ંહતું. આ સમયે સ્લેબ પર ઉભો રહી દિવાલ તોડતો મજુર જમીન પર નીચે પટકાયો હતો. આ મજુરને આસપાસ રહેલા લોકોએ કાટમાલ નીચેથી બહાર કાઢી નજીકની હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં તેનું કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટનામાં મરણજનાર યુવાનનું નામ નવઘણ ગોરધનભાઈ કાગસીયા ઉ.વ.૧૬ રહે. બોરસદ હોવની જાણ પોલીસને કરવામાં આવી હતી.જેથી બોરસદ સીટી પોલીસ મથકે આકસ્મિક મૃત્યુની નોંધ લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
આ ઘટના સંદર્ભે બોરસદ સીટી પોલીસ મથકે ફરજ નિભાવતા તપાસ કરતા પુનમભાઈનો ટેલિફોનીક સંપર્ક કરાયો હતો.તેમણે આ મકાનની તોડફોડ કે રિનોવેશનની પરમીશન નગરપાલિકમાં લેવાઈ છે કે નહી તે તપાસ દરમ્યાન બહાર આવશે તેવી માહિતી ટેલિફોનીક સંપર્ક દ્વારા જણાવ્યું હતું.જ્યારે નગરપાલિકાના એન્જીનિયર્સ ગૌરવ સોનાલાનો ટેલિફોનીક સંપર્ક કરતા તેઓ હાલ રજા પર હોવાની તથા આ મકાનના માલિકે જાણવા જોગ અરજી આપી હોવાની અને પોતે બે દિવસની રજા પર હોવાની માહિતી જણાવી હતી.
આ ઘટનામાં પોલીસ કાર્યવાહી પહેલા ૧૬ વર્ષની નીચેની ઉમરે મજુરી કરતા યુવાનના કરુણ મોતથી શ્રમ આયોગ દ્વારા કાર્યવાહી થવી જોઈએ પરંતુ કોન્ટ્રાક્ટરને બચાવવા આ ઘટનામાં સગીર મજુરના મોતની કોઈ કાર્યવાહી શ્રમ આયોગ દ્વારા કરાશે કે ભીનું સંકેલાઈ જશે તેવા પ્રશ્નોએ સ્થાનિક નગરજનોમાં ટોક ઓફ ટંગ બન્યો હતો.

(5:30 pm IST)