Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

વાવ પંથકમાં નર્મદા કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરીવળ્યાં : જીરાના પાકને નુકશાન

થરાદ:થરાદ, વાવ પંથકમાં નર્મદા કેનાલની પેટા કેનાલોમાં અવારનવાર ગાબડા પડવાનો સીલસીલો યથાવત્ રહેતા ખેડૂતોના વાવેતરને વ્યાપક નુકસાન  થઇ રહ્યુ છે. ગત  રોજ વાવના  સણવાલ ગામની  કેનાલમાં ૧૦ ફૂટુનુ ગાબડુ પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જેના લીધે જીરાના પાકને નુકસાન થવા પામ્યુ છે.
બનાસકાંઠા જિલ્લાના છેવાડાના તાલુકા વાવ, થરાદ, સુઈગામ પંથકમાં નર્મદાના નીરથી નંદનવન તથા જીવાદોરી સમાન ગણાય છે. જેને લઈ અહીં ત્રણે મોસમમાં કેડૂતો ખેતી કરતા થયા છે પરંતુ કેનાલોની હલકી ગુણવત્તાનું બાંધકામને લઈ વારંવાર કેનાલોમાં ગાબડા પડવાનો સીલસીલો ચાલુ રહ્યો છે. હજી રવિવારે રાત્રે વાવ તાલુકાના રામપુરા ગામે કેનાલમાં ૧૦ ફૂટનું ગાબડું પડયું હતું.
સોમવારે  ફરી વાવ તાલુકાના સણવાલ ગામે પેટા કેનાલમાં  ૧૦ ફૂટનું  ગાબડું પડતાં આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળતા ખેતરોમાં ખેડૂતો દ્વારા શિયાળુ પાક, જીરાના વાવેતરને મોટું નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. આક્રોશ સાથે જણાવેલ કે નર્મદા વિભાગના અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગતથી હલકી ગુણવત્તાનું કામ કરવાથી વારંવાર કેનાલોમાં ગાબડા પડી રહ્યા છે.

 

(5:29 pm IST)