Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

ગાંધીનગરમાં એફએસસેલના અધિકારીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા: 1.50 લાખની મતાનો હાથફેરો

અમદાવાદ: ગાંધીનગરમાં રહેતા એફએસએલના એક અધિકારીના મકાનમાં તસ્કરોએ ત્રાટકી રૂ.૧.પ૦ લાખની માલમતાની ચોરી કરતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વિગત એવી છે કે, ગાંધીનગરમાં રાયસણ પેટ્રોલપંપ સામે આવેલ સનસાઇન હાઇટસ નામના બિલ્ડિંગમાં બી-૩૦૩ નંબરના મકાનમાં રહેતા અને ગાંધીનગર એફએસએલ ખાતે આસિ. પ્રોફેસર તરીકે ફરજ બજાવતા એસ.વી. સિંઘ તેમના પરિવાર સાથે દિલ્હી ખાતે લગ્નપ્રસંગમાં હાજરી આપવા ગયા હતા.

આ દરમ્યાન તસ્કરોએ ઉપરોક્ત અધિકારીના મકાનનાં આગલા દરવાજાનું ઇન્ટરલોક તોડી મકાનમાં ઘૂસી મંગળસૂત્ર, સોનાની ચેન, બંગડીઓ, વીંટીઓ તેમજ રોકડ રકમ મળી આશરે રૂ.૧.પ૦ લાખની માલમતાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ અંગે ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

 

(5:28 pm IST)