Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

વિધાનસભાની ૪ થી ૫ ટિકીટ માટે હું ૧૪ પાટીદારોની શહિદીને ભૂલી ન શકુઃ હાર્દિક પટેલ

રાજકોટ :. અમદાવાદ જીલ્લાના ધોળકાના ત્રાસદ ગામમાં કાલે 'પાસ'ના કન્વીનર હાર્દિક પટેલની જાહેરસભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડયા હતા. આ તકે હાર્દિક પટેલે જણાવ્યુ કે, વિધાનસભાની ૪ થી ૫ ટીકીટ માટે હું ૧૪ પાટીદારોની શહિદીને ભુલી શકુ તેમ નથી. હાર્દિક પટેલે વધુમાં જણાવ્યુ કે, ગુજરાતની અંદર ગુજરાતની જનતાની કોઈ વેલ્યુ નથી. અમદાવાદમાં રિવરફ્રન્ટ બનાવવાથી વિકાસ થયો કહેવાય નહીં. હું કોઈ નેતા નથી અને કોઈ મત માગવા આવ્યો નથી. સૌરાષ્ટ્રનું એક પણ ગામ સમૃદ્ધ નથી. જેમને અત્યાચાર કર્યો છે તેમણે પાડી દેવાનું જ લક્ષ્ય છે. કોઈને પાસે ટીકીટ માગી નથી. ચાર ટિકીટ માટે ૧૪ પરિવારોની શહીદી નહી ભુલાય. હાર્દિકે વધુમાં જણાવ્યુ હતુ કે, પાટીદારો ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો તે કોઈ ભુલ્યુ નથી અને જે લોકોએ એ અત્યાચાર ગુજાર્યો છે તેમને પાડી દેવાનું જ એક માત્ર લક્ષ્ય છે. છેલ્લા બે દિવસથી કોંગ્રેસ અને પાસ વચ્ચે બેઠકો બાદ જે ઘટનાક્રમ સર્જાયો હતો તે બાદ પહેલીવાર હાર્દિક સામે આવ્યો હતો. ત્રાસદમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા પાટીદારોએ જય સરદારના નારા લગાવ્યા હતા.

(4:35 pm IST)