Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

હાર્દિકને કોંગ્રેસની લોલીપોપ સારી લાગે છે, પુત્ર જેવો છો એટલે જતુ કર્યુ, બાકી તારા જેવા ઘણા આવીને ખોવાઇ ગયાઃ નીતિન પટેલની સટાસટી

રાજકોટ તા. રર :.. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલે પાટીદાર નેતા હાર્દિક પટેલની પત્રકાર પરિષદ બાદ તેમના ઉપર આક્ષેપોની જડી વરસાવી હતી.

નીતિનભાઇ પટેલે કહયુ કે, આજે હાર્દિક પત્રકાર પરિષદમાં આધ્યાત્મિક ગુરૂની ભાષા બોલી રહ્યો હતો. કોંગ્રેસની ખોટી લોલીપોપ તેને સારી લાગે છે.

નીતિનભાઇ પટેલે કહયું કે, હાર્દિક કાયદા નિષ્ણાંત હોય તેવી રીતે વાત કરે છે. આશા છે કે તેને કોર્ટની બેન્ચ અને ચુકાદા વિશે જાણકારી હશે. હાર્દિક ખોટુ બોલે છે. હાર્દિકે કોઇ પણ સામાજીક સંસ્થા સાથે વાત કરી નથી.

આ માટે અમે આ સંસ્થાઓના નેતાઓ સાથે વાતચીત કરી છે.

નીતિનભાઇ પટેલે વધુમાં જણાવ્યું કે હું કહેવા માંગુ છુ કે મુર્ખ લોકોએ ઠરાવ તૈયાર કર્યો અને મુર્ખ લોકોએ તેનો સ્વીકાર કર્યો છે.

નીતિનભાઇ પટેલે વધુમાં કહયું કે, હાર્દિક નાદાન છે. તેને કાયદાકીય આંટીઘુટીની ખબર નથી અને કોંગ્રેસ તેને મુર્ખ બનાવે છે.

નિતીનભાઇ પટેલે વધુમાં  જણાવ્યું કે, પુત્ર જેવો છે એટલે જતુ કર્યુ છે.

બાકી તારા જેવા ઘણા આવીને ખોવાઇ ગયા. જેલના દિવસો યાદ કર. જેલમાંથી બહાર આવવા માટે કેટલી વિનંતી કરતો હતો. તારા જેવા અભિમાની મેં જોયા નથી. નાદાન સમજીને છોડી દીધો છે. અત્યારે ટવીટ કર.

તને જવાબ આપવા બેઠો છુ તેમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે અંતમાં જણાવ્યું હતું. (પ-ર૬)

 

(4:22 pm IST)