Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

પાડોસણના પ્રેમમાં પડેલા પતિને પત્નીએ સીધો કરવા કર્યું આવું

હાઇકોર્ટ સમક્ષ આવ્યો રસપ્રદ કિસ્સો

અમદાવાદ તા. ૨૨ : ગુજરાત હાઈકોર્ટ દ્વારા પતિ-પત્ની વચ્ચેના વિવાદ અંગે થયેલા ક્રિમિનલ કેસને બંધ કરી દેવાયો છે. કોર્ટને જયારે જાણ થઈ કે બન્ને વચ્ચે સમાધાન થઈ ચૂકયું છે તેમજ બન્ને એકબીજા સાથે ફરીવાર રહેવા લાગ્યા છે તો કોર્ટને આ નિર્ણય યોગ્યા લાગતા કેસ પર પૂર્ણવિરામ મૂકી દેવાયો છે. બન્ને વચ્ચે પહેલા ઉગ્ર તકરાર થઈ હતી. તેમજ એકબીજા વિરુદ્ઘ આડા સંબંધો રાખવાના આરોપો પણ લગાવ્યા હતા.

આ કેસમાં અરજદાર પતિએ પોતાની પત્ની દ્વારા લગાવાયેલા રેપ, ત્રાસ, મારઝૂડ, ધાક-ધમકી, ચિટીંગના ચાર્જ પાછા ખેંચી લેવા માટે અરજી કરાઈ હતી. મહિલાએ અન્ય તેમના પાડોશમાં જ રહેતી એક મહિલા વિરુદ્ઘ પણ પતિને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો.

વર્ષ ૨૦૧૫માં પત્ની પોતાના પતિ વિરુદ્ઘ મોરબી જિલ્લામાં હળવલ પોલીસ સમક્ષ આ તમામ અપરાધોની ફરિયાદ કરી હતી. પ્રાથમિક તપાસ પરથી માલૂમ પડ્યું કે આ કેસ વાઈફ સ્વેપિંગનો કેસ હતો. કારણકે બે દંપતિ જે એકબીજાની આસપાસ રહેતા હતા તેઓ એકબીજાના પાર્ટનર્સ સાથે આડા સંબંધો રાખી રહ્યા હતા. થોડાક મહિના બાદ એક કપલ છૂટું પડ્યું અને પત્ની પોતાના પતિ અને પાડોશીની પત્ની વિરુદ્ઘ ગુનો દાખલ કરાવી દીધો. તેથી વર્ષ ૨૦૧૫માં જ પતિ અને પાડોશીની પત્ની બન્ને પોતાની વિરુદ્ઘની જ્ત્ય્ રદ્દ કરાવડાવવા માટે ગુજરાત હાઈકોર્ટ પહોંચી ગયા હતા.અરજી કર્યા બાદ અરજદાર સુનાવણી માટે ન આવ્યો તેમજ ફરિયાદીએ પણ પોલીસ સમક્ષ ફરિયાદ અંગે કોઈ જ રજૂઆત કરવા માટે પાછી ન આવી. છેલ્લાં ૨ વર્ષથી કેસ પેન્ડિંગ પડ્યો રહ્યો. ગયા મહિને હાઈકોર્ટ દ્વારા તપાસ અધિકારીને આ કેસનું અને અરજદાર તેમજ ફરિયાદીનું સ્ટેટસ જાણી લાવવા માટેનો હુકમ કર્યો. તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે બન્ને કપલ પોતાનું ઘર ખાલી કરીને જતા રહ્યા છે. અરજદાર અને તેના પતિ વચ્ચે સમાધાન થઈ ગયું છે અને બન્ને એકબીજા સાથે રહેવા લાગ્યા છે. જયારે હાઈકોર્ટને આ અંગેની જાણ કરાઈ તો જસ્ટિશ જે.બી. પારડીવાલાએ અરજદાર વિરુદ્ઘની FIR કવોસ કરી નાખી હતી.

 

(8:27 pm IST)