Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

અમદાવાદના રિવર ફ્રન્ટ ખાતે ૫૦૦થી વધુ સાધુ-સાધ્વીજીઓની ઉપસ્થિતિમાં

શનિવારે ૨૬ મુમુક્ષો એક સાથે જૈન દિક્ષા અંગીકાર કરશેઃ આજથી ''વિશ્વાનંદ ઉત્સવ''

૧૦ ભાઈ તથા ૧૬ બહેનો જૈનાચાર્ય રામચંદ્ર સૂરિશ્વરજી તથા શાંતિચંદ્ર સૂરીશ્વરજીના સમુદાયમાં સંયમ જીવન સ્વીકારશે

અમદાવાદ : અમદાવાદ ખાતે તા.૨૫ને શનિવારે એકસાથે ૨૬મુમુક્ષાઓ સંયમ જીવન સ્વિકારવા જઈ રહ્યા છે. આ મુમુક્ષાઓમાં ૧૦ ભાઈ, ૧૬ બહેનોનો સમાવેશ થાય છે. આ દિક્ષાર્થીઓ જૈનાચાર્ય રામચંદ્રસૂરીશ્વરજી તથા શાંતિચંદ્રસૂરિશ્વરજીના સમુદાયમાં સંયમ જીવન સ્વિકારશે.

આ દિક્ષાના પર્વ નિમિત્તે આજથી એનઆઈડીની પાછળ આવેલા રિવરફ્રન્ટ ખાતે 'વિશ્વાનંદ ઉત્સવ' ઉજવવામાં આવશે. આ ઉત્સવ માટે ૪ લાખ ફૂટ ચોરસ વિસ્તારમાં બંગાળી કારીગરો દ્વારા 'વિશ્વાનંદ નગરી'નું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 'આનંદ' અંગેનો નવો દ્રષ્ટિકોણ દર્શાવાશે.

આ દિક્ષાની સાથે ૪ મહાત્માઓને અનુયોગાચાર્યની પદવી આપવામાં આવશે. આ ઉત્સવના ચાર દિવસના મુખ્ય કાર્યક્રમમાં પદ્મશ્રી કુમારપાળ દેસાઈના હસ્તે પુસ્તક સમર્પણ, મુમુક્ષના મુખે દીૅક્ષાની દાસ્તાન, ભવ્ય વર્ષીદાન યાત્રા પણ યોજાશે.

જૈનાચાર્ય સોમસુંદરસૂરિજી-જિનચંદ્રસૂરીજી - દર્શનરત્નસૂરીજી - યોગતિલકસૂરીજી આદિ ૫૦૦ થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતો આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. દેશભરમાંથી ૬૦ હજારથી વધુ જૈનો આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

(12:29 pm IST)