Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

રાજ્યમાં બટાકાના ભાવમાં વણથંભી તેજી : છેલ્લા 50 વર્ષનો રેકૉર્ડ તૂટ્યો

હોલસેલ બજારમાં મણના ભાવ 700-800 :જાન્યુઆરીમાં ભાવ 1 મણના રૂપિયા 200 હતા

અરવલ્લીઃ કોરોના વાઈરસના પગલે વેપારીઓ અને ખેડૂતોને બટાકાના ભાવ ગગડવાની દહેશત હતી. જેથી મોટાભાગના ખેડૂતોએ વહેલી તકે સસ્તા ભાવમાં બટાકા વેચી નાખ્યા હતા. જો કે, બટાકામાં છેલ્લા બે માસથી તેજી ચાલી રહી છે

આ વર્ષે જાન્યુઆરીમાં બટાકાનો ભાવ મણના રૂપિયા 200 હતો. જે સપ્ટેમ્બર માસમાં વધીને રૂપિયા 400થી 500 થયો હતો. ત્યારે હાલ બટાકાનો મણનો ભાવ રૂપિયા 700થી 800 છે. જે છેલ્લા પચાસ વર્ષના સૌથી ઉંચા ભાવ છે.

ગુજરાતમાં બટાકાની અછત હોવાથી મોટાભાગની સબ્જી મંડીઓમાં પંજાબ અને અન્ય રાજ્યોમાંથી બટાકાની આયાત કરવામાં આવે છે. વેપારીઓનું માનવું છે કે, બટાકાનું બજાર આગામી જાન્યુઆરી સુધી તેજીમાં રહેશે, જ્યારે નવો પાક બજારમાં આવશે ત્યારે ભાવ નીચા આવશે.

(9:50 pm IST)